નેશનલસ્પેશિયલ ફિચર્સ

ગુગલે કરી મોટી જાહેરાત, જાણી લો તો ફાયદામાં રહેશો…

Google pay દ્વારા હવે તમને એક ક્લિકમાં 50 લાખ રૂપિયાની લોન મળશે. ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં કંપનીએ અનેક મોટી જાહેરાતો કરી છે. આ ઇવેન્ટ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે ગુગલ પે યુઝર્સ હવે આ એપના માધ્યમથી લોન પણ લઇ શકશે. કંપનીએ ગુગલ પે યુઝર્સને પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત યુઝર્સ સરળતાથી ગોલ્ડ પર 50 લાખ રૂપિયા સુધીની લોન લઇ શકશે. આ માટે ગુગલે મુથુટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. ગુગલે જણાવ્યું હતું કે યુઝર્સને સસ્તા વ્યાજ દરનો પણ લાભ મળશે. તમે લોન સરળતાથી મેળવી શકશો અને સરળતાથી બંધ પણ કરી શકશો. જોકે, આ માટે આ માટે યુઝર્સે ગુગલ પેનો જ આશરો લેવો પડશે. ત્યાં આપેલી પ્રક્રિયા મુજબ વપરાશકર્તાઓ તેમની જરૂરિયાત અને વ્યવસાય માટે જોઇતી લોન લઇ શકશે.

ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં કંપનીએ અન્ય પણ ઘણી મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે GEMINI હવે હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે.

GEMINI લાઇવ હિન્દીમાં કેવી રીતે કામ કરશે તેનો વીડિયો પણ લાઇવ ઇવેન્ટમાં બતાવવામાં આવ્યો હતો. એમાં AI સાથે હિન્દીમાં વાતચીત કરવામાં આવી હતી.

ગુગલે ભારત માટે ગુગલ પે એપ્લિકેશન પર UPI circle નામની સુવિધાની પણ જાહેરાત કરી છે. આ એક એવી ખાસ સુવિધા છે, જેની મદદથી તમે તમારા નજીકના લોકોને મદદ કરી શકો છે.

યુપીઆઇ સર્કલ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ની ચૂકવણી સેવા છે. આ સેવાની મદદથી વપરાશકર્તાઓ બે અથવા વધુ લોકોને એક બેંક એકાઉન્ટ શેર કરવાની અને તેનો ઉપયોગ કરીને યુપીઆઇ ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button