નેશનલ

દેશભરમાં નવરાત્રીની પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની જુદી જુદી પરંપરાઓ: Video

આજથી શારદિય નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીથી મુંબઈ અને જલંધર, કોલકાતા સુધી ભક્તો પંડાલોમાં પહોંચ્યા હતા અને નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના દર્શન કર્યા હતા. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે દિલ્હીના ઝંડેવાલન માતા મંદિરમાં પરંપરાગત આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. દેવી દુર્ગાની ઉપાસનાને સમર્પિત નવ દિવસીય ઉત્સવ સમગ્ર ભારતમાં ખૂબ જ ભાવ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

| Also Read: Navratri સુધરશે આ રાશિના જાતકોની, Bank Balanceમાં થશે વૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

નવરાત્રીના પર્વને લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે દૈવી નારીની પૂજા અને સન્માનમાં નવરાત્રિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે “નવરાત્રીનું વિશેષ મહત્વ છે કારણ કે આપણે મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરીએ છીએ. આ તહેવાર મહિલાઓની શક્તિનું પ્રતીક છે અને તે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિબિંબ છે,”

| Also Read: Navratri Special: નવરાત્રીના પહેલા દિવસે છે મા શૈલપુત્રીના પૂજનનું મહત્વ

પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે જોધપુર પાર્કમાં દુર્ગા પૂજા સમારોહનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં તહેવારો દરમિયાન દરેકને શુભકામનાઓ સાથે એકતા અને સમાવેશિતા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, ‘હું આશા રાખું છું કે મા દુર્ગા દરેકને સ્વસ્થ રાખે. અમે તમામ ધર્મ, જાતિ અને ભાષાઓનું સન્માન કરીએ છીએ. પ્રશાસન તમારી સાથે છે, તેથી એ પણ મહત્વનું છે કે તમે પૂજા દરમિયાન અમારો સાથ આપો.’

આ સિવાય ભારતના પૂર્વ અને ઉત્તરપૂર્વીય પ્રદેશોમાં નવરાત્રિ દરમિયાન દુર્ગા પૂજા કરવામાં આવે છે. આ તહેવાર રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયની ઉજવણીના રૂપમાં મનાવવામાં આવે છે. દક્ષિણના રાજ્યોમાં ઉત્સવ મા દુર્ગા અથવા મા કાલીના અસુર પરના વિજયના સન્માનનું પ્રતિબિંબ છે.

જ્યારે ગુજરાતમાં નવરાત્રિને લઈને એક વિશેષ જ માહોલ જોવા મળે છે. સમગ્ર ભારતમાં, નવરાત્રિ ઉત્સવમાં નવ દિવસ સુધી દેવીના નવ સ્વરૂપોની પૂજાનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત