સ્પોર્ટસ

ગંભીરના કોચ બનવાથી ટીમની રમત વધુ આક્રમક બની! કાનપુર ટેસ્ટથી નીકળ્યું આ તારણ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ચાહકોને ખબર જ હશે કે ગૌતમ ગંભીર(Gautam Gambhir)નો આક્રમક સ્વાભાવના છે, ઇન્ટરનેશનલ મેચ અને આઈપીએલ મેચ દરમિયાન તેમનું મેદાન પર જ અન્ય ખેલાડી સાથે ઘર્ષણ થયું છે. રાહુલ દ્રવિડનો કોન્ટ્રેકટ ખતમ થયા બાદ BCCIએ ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપી છે. ગૌતમ ગંભીરન કોચ બનતા જ ટીમની રમતમાં પણ આક્રમકતા દેખાઈ રહી છે.

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી, બે દિવસ વરસાદને કારણે રમત ન થઇ શકી જોવા છતાં ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ થઇ હતી. નવેમ્બર 2021માં જયારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હતા ત્યારે કાનપુરમાં જ રમાયેલા ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. એ સમયે ન્યુઝીલેન્ડ સામે જીતની તક હતી, પરંતુ મેચ ડ્રો રહ્યો હતો.

એ મેચમાં ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટની જોડીએ લગભગ 10 ઓવર સુધી બેટિંગ કરી અને ભારત મેચ જીતી ન શક્યું. પ્રથમ ઇનિંગમાં 345 રન બનાવ્યા બાદ, ભારતે ન્યૂઝીલેન્ડને 296 રનમાં આઉટ કરીને 49 રનની લીડ મેળવી હતી. જોકે, ટીમ બીજી ઇનિંગમાં 51 રનમાં 5 વિકેટ ગુમાવીને ભારતીય ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગઈ હતી. શ્રેયસ અય્યર (65), રિદ્ધિમાન સાહા (61) અને અક્ષર પટેલ (28) ઇનિંગ સંભાળી અને ચોથા દિવસે ઇનિંગ ડિકલેર કરતા પહેલા ભારતને 7 વિકેટે 234 રન બનાવ્યા.

આ પણ વાંચો : ભારતના બૉસ નરેન્દ્ર મોદીને મળ્યો ‘યુનિવર્સ બૉસ’ ક્રિસ ગેઇલ…

પાંચમા દિવસે ભારતીય બોલરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ન્યુઝીલેન્ડના આખો દિવસ બેટિંગ કરી અને તેમની છેલ્લી જોડીએ મેચને ડ્રો તરફ લઇ ગઈ. ઘણા લોકોએ ભારતની બેટિંગમાં આક્રમકતાના અભાવ અને ઈનિંગ ડિક્લેર કરવાની મોડી જાહેરાતને કરાણ ગણાવ્યું.

તેનાથી વિપરીત, ઑક્ટોબર 2024 માં ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ, ભારતે બાંગ્લાદેશ સામે વરસાદની બાધા છતાં રોમાંચક જીત મેળવી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા એવો ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ ભારતીય ટીમ બની હતી, જેમાં વરસાદના કારણે બે દિવસની રમત રદ થઈ હતી.

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી. બાંગ્લાદેશની ટીમે મેચના ચોથા દિવસે 107/3ના સ્કોર સાથે પ્રથમ ઇનિંગ રમવાની શરૂઆત કરી હતી અને 233 રનમાં આઉટ થઈ ગઈ હતી, આ પછી ભારતીય બેટ્સમેને આક્રમકતાનું પ્રદર્શન કર્યું. ભારતે ચોથા દિવસે માત્ર 34.4 ઓવરમાં 8.22 રન પ્રતિ ઓવરના રન રેટે 285 રન બનાવ્યા.

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100, 150, 200 અને 250 રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો. ભારતે 52 રનની લીડ સાથે ઇનિંગ્સ ડિકલેર કરી અને 5માં દિવસે બીજી વખત બાંગ્લાદેશને આઉટ કરી.

આ પણ વાંચો : હિટમૅન રોહિત શર્મા બન્યો કૅપ્ટનોમાં કિંગ, વિરાટનો વિશ્વવિક્રમ તોડ્યો

ગંભીરની બોડી લેંગ્વેજ:
બોડી લેંગ્વેજની વાત કરીએ તો ગંભીર અને દ્રવિડ એકબીજાથી બિલકુલ અલગ સ્વભાવના દેખાય છે. ગંભીરે દિલ ખોલીને વાત કરે છે, જ્યારે દ્રવિડે સંયમ જાળવીને વાત કરે છે, મેચને લાગતી જરૂરી વાત જ કરે છે. કોચ તરીકે દ્રવિડે ભાગ્યે જ પોતાની લાગણી વ્યક્ત કરી છે. પ્રેસ સાથે વાત કરતી વખતે તેઓ સાવચેત રહેતા. પસંદગી-સંબંધિત ચર્ચાઓ અથવા વિવાદો ઊભા થયા ત્યારે પણ, દ્રવિડ તેમની લાક્ષણિક શૈલીમાં શાંત રહેતા.

તેનાથી વિપરીત, ગૌતમ ગંભીર તેની પ્રથમ કેટલીક પ્રેસ કોન્ફરન્સ દરમિયાનની પ્રતિક્રિયાઓમાં વધુ ખુલીને વાત કરે છે. ગંભીરનો ઇરાદો પણ દ્રવિડ કરતાં વધુ આક્રમક લાગે છે.

દ્રવિડના કાર્યકાળ દરમિયાન, ભારતે 24 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી તેણે 14માં જીત મેળવી હતી અને 7માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન માત્ર ત્રણ વખત મેચ ડ્રો રહી. 2023માં ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે હારી ગઈ. ઉતાર-ચઢાવ હોવા છતાં, રાહુલ દ્રવિડે તેના કોચિંગ કાર્યકાળનો ખૂબ જ નોંધપાત્ર રીતે અંત કર્યો અને જૂનમાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત