જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી પર પથ્થરમારો…
ઉદયપુર: જયપુર જતી વંદે ભારત ટ્રેનને પતા પરથી ઉતારવા માટે કાવતરું રચાયું હતું હજુ તો એ ઘટનાને બે દિવસ પણ નથી થયા અને હવે જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી પર પથ્થરમારાની મોટી ઘટના સામે આવી છે. આ ઘટના આજે સવારે બની હતી. ટ્રેનના એસી કોચ પર થયેલા પથ્થરમારાના કારણે તેની ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. કચ્છ તૂટી જવાના કારણે તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરો ડરી ગયા હતા.
પથ્થરમારો કર્યા બાદ બદમાશો ભાગી ગયા હતા. આરપીએફ તે બદમાશોને શોધી રહી છે. આના બે દિવસ પહેલા ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉદયપુર ડિવિઝનમાં ટ્રેનો સાથે સતત બની રહેલી ઘટનાઓને કારણે રેલવે મેનેજમેન્ટમાં આ એક ચિંતાનો વિષય બન્યો છે.
મંગળવારે રાત્રે જયપુર-ઉદયપુર ઈન્ટરસિટી જયપુરથી ઉદયપુર જવા રવાના થઈ હતી. તે બુધવારે સવારે 9:10ના સુમારે બેડવાસ કચ્છી બસ્તી નજીકથી પસાર થઈ હતી. તે જ સમયે કેટલાક બદમાશોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ઈન્ટરસિટીના C2 કોચની સીટ નંબર 21ની બારી પર પથ્થર અથડાયો અને જોરદાર અવાજ સાથે કાચ તૂટી ગયો હતો. અચાનક થયેલા આ પથ્થરમારાને કારણે મુસાફરોમાં ડર વ્યાપી ગયો હતો.
જે બાદ ટ્રેન થોડે દૂર સ્થિત રાણા પ્રતાપ રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. ત્યાં ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. રેલવે પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
અગાઉ બનેલી વંદેભારત ટ્રેનને પાટા પરથી ઉતારી દેવાના કાવતરામાં બે બાળકોએ રમત રમતમાં પથ્થરોનો ઢગલો પાટાની વચ્ચે કરી દીધો હતો અને લોખંડના બે સળિયા પણ ત્યાં ફસાવી દીધા હતા.
જોકે આ બાબત પણ તપાસ દરમિયાન લોકો દ્વારા જ જાણવા મળી છે એટલે સત્ય શું છે એ તો કોઈને ખબર જ નથી. જો લોકો પાયલોટે સમજદારી ન દાખવી હોત તો કદાચ વંદે ભારત ટ્રેન ચિત્તોડગઢ અને ભીલવાડા વચ્ચે ગંગર પાસે મોટી દુર્ઘટનાનો શિકાર બની હોત. બે દિવસ પહેલા ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારાના કારણે રેલવે મેનેજમેન્ટ એલર્ટ મોડ પર આવી ગયું છે. જો કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.