ટોપ ન્યૂઝનેશનલ

જેલમાં કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ ન કરી શકાય, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી: જેલમાં જાતિના આધાર પર થતા ભેદભાવ અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જેલમાં સફાઈ અને ઝાડુ મારવાનું કામ પછાત જાતિઓને અને ઉચ્ચ જાતિના લોકોને રસોઈ બનાવવાનું કામ સોંપવાની પ્રથા ભેદભાવપૂર્ણ છે અને આ કલમ 15નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે કેટલાક રાજ્યોની જેલ મેન્યુઅલમાં ભેદભાવપૂર્ણ જોગવાઈઓને અંગે ફટકાર લગાવી હતી અને જાતિ આધારિત ભેદભાવ, કામના વિભાજન અને કેદીઓને તેમની જાતિ અનુસાર અલગ વોર્ડમાં રાખવાની પ્રથાને વખોડી હતી.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે જેલોમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે ઘણા નિર્દેશો પણ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલ પ્રશાસને તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ. કેદીઓ વચ્ચે વિભાજન માટે જાતિનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે તેને કારણે દુશ્મનાવટ ઉભી થશે. કેદીને પણ સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે.

કોર્ટે વધુમાં કહ્યું કે, ભેદભાવ પ્રત્યક્ષ અને આડકતરી રીતે થઇ શકે છે, સ્ટીરિયોટાઇપ્સ આવા ભેદભાવને પ્રોત્સાહન આપી શકે છે, તેને રોકવાની રાજ્યની સકારાત્મક ફરજ છે. સમગ્ર ઇતિહાસમાં, જાતિના ભેદભાવને કારણે માનવીય ગૌરવ અને સ્વાભિમાનને નકારવામાં આવ્યું છે.

કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 17એ તમામ નાગરિકોના બંધારણીય દરજ્જાને ટેકો આપે છે. કેદીઓને સન્માન ન આપવું એ સંસ્થાનવાદી સમયગાળાના લક્ષણ છે, એ સમયે આવી અમાનવીય પ્રથા બનાવવામાં આવી હતી. સંસ્થાનવાદી કાળના ફોજદારી કાયદાની અસર આઝાદી પછી પણ ચાલુ છે. કાયદાઓએ નાગરિકો વચ્ચે સમાનતા અને આદર જાળવવો જોઈએ. જાતિના ભેદભાવ સામેની લડાઈ રાતોરાત ખતમ થાય એમ નથી.

CJI ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

ખંડપીઠે કહ્યું કે આવી જોગવાઈઓ ગેરબંધારણીય ગણાય. તમામ રાજ્યોને નિર્ણય મુજબ ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે. દોષિત કે અન્ડરટ્રાયલ કેદીઓના રજિસ્ટરમાંથી જાતિ કૉલમ દૂર કરવામાં આવશે. આ અદાલત જેલોની અંદરના ભેદભાવની સુઓ મોટો લે છે અને રજિસ્ટ્રીને ત્રણ મહિના પછી જેલોની અંદરના ભેદભાવની યાદી આપવા અને રાજ્યની અદાલત સમક્ષ આ નિર્ણયના પાલનનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

શું છે મામલો?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે દેશના કેટલાક રાજ્યોની જેલ મેન્યુઅલ જાતિ આધારિત ભેદભાવને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે માત્ર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત 17 રાજ્યો પાસેથી જેલોની અંદર જાતિ ભેદભાવ અને જેલોમાં જાતિના આધારે કેદીઓને આપવામાં આવતા કામ પર જવાબ માંગ્યો હતો. જોકે છ મહિના પછી પણ માત્ર ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળે જ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત