આજથી નવલાં નોરતાનો પ્રારંભ થયો છે અને નોરતાના આ દિવસો મા દુર્ગાને સમર્પિત હોય છે

મા શક્તિની આરાધના-ઉપાસના માટે આ સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે 

એવું કહેવાય છે આ દિવસોમાં મા શક્તિની સાધના કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે

નવરાત્રિના દિવસે કેટલાક ચમત્કારિક ઉપાય કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે, જેનાથી મા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે

ચાલો, જોઈએ કયા છે આ ઉપાયો-

આ દિવસે રાત શુદ્ધ ઘીનો ચૌમુખી દિપક પ્રગટાવો અને એમાં ચાર લવિંગ નાખી દો, આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે

રાતના સમયે લાલ કપડાંમાં પાન અને સિક્કો રાખીને મા દુર્ગા સામે મૂકો, આ લાલ કપડાંની પોટલીમાં તિજોરીમાં મૂકો આ ઉપાયથી આર્થિક સંકટ દૂર થાય છે

નવરાત્રિની રાતે મા દુર્ગાને કેસરની ખીર અને મિશ્રીનો ભોગ લગાવીને માતા સામે પરિવારની સુખ-સમૃદ્ધિની ઉપાસના કરો

ઘરના મુખ્ય દ્વાર પર વાવ કુમકુમથી સ્વસ્તિક, કે શ્રી યા ઉંનું નિશાન બનાવીને ચૌમુખી દિપક પ્રગટાવો

આ ઉપરાંત નવરાત્રિની રાતે પીળા કપડાંમાં સિંદુર લગાવીને સોપારી રાખીને દેવીને અર્પણ કરો, કુંવારાઓના લગ્ન નક્કી થઈ જશે