નેશનલ

‘એક રૂપિયો પણ નહિ મળે, 2024ની ચૂંટણીમાં હારનો ડર…’ EDની કાર્યવાહી પર સીએમ કેજરીવાલના પ્રહાર

કથિત લિકર પોલિસી કૌભાંડ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) આમ આદમી પાર્ટીના(AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઘરે દરોડા પડ્યા હતા. આ અંગે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના વડા અરવિંદ કેજરીવાલે ઇડી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે છેલ્લા એક વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે કહેવાતા દારૂના કૌભાંડને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 1000 થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી એક પૈસો પણ મળ્યો નથી.

તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં તેમની(ભાજપની) હાર જોઈને આ બધું થઈ રહ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ તમામ એજન્સીઓ વધુ સક્રિય થશે. ક્યારેક તેઓ કહે છે કે ક્લાસરૂમમાં કૌભાંડ થયું છે, બસોની ખરીદીમાં કૌભાંડ થયું છે, તેમણે દરેક બાબતની તપાસ કરાવી લીધી, કંઈના મળ્યું. સંજય સિંહના ઘરેથી પણ કંઈ નહીં મળે.

ન્યૂઝક્લિક કેસમાં દરોડાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ગઈ કાલે પત્રકારો પર થયું અને આજે સંજય સિંહ પર થયું. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે ચૂંટણી સુધી રાહ જુઓ, કદાચ તમારી સાથે પણ આવું થાય.

તેમણે કહ્યું કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓ એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી શકી નથી. આ દર્શાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. આ દર્શાવે છે કે પીએમ મોદી જાણે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ હારવાના છે. આ હારના ડરને કારણે તેઓ AAP પાર્ટીના નેતાઓ અને પત્રકારો પર દરોડા પાડી રહ્યા છે. હું ચોક્કસ કહી શકું છું કે તેમની હાર થશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ આજે સવારે AAP સાંસદ સંજય સિંહના ઘરે પહોંચી હતી. અધિકારીઓએ આપ નેતાની લાંબા સમય સુધી પૂછપરછ કરી. ઘરની બહાર ફરતા તેના પિતાને પણ અંદર બોલાવવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button