આમચી મુંબઈ

સાવધાન! Mumbaiની હવાની ગુણવત્તા કથળી રહી છે

મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. વરસાદ બંધ થયા બાદ મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં વરસાદ નહીં હોવા છતાં પણ સ્મોગને કારણે આખા શહેર પર ધુંધળી પ્રદુષણની ચાદર છવાઇ ગઇ હતી, જેને કારણે લોકોને સૂર્યપ્રકાશ જોવા મળ્યો નહોતો. પર્યાવરણવાદીઓ જણાવે છે કે ભારતની આર્થિક રાજધાની આગામી સમયમાં દેશમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થઇ શકે છે, જેની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોને થઇ શકે છે.

મુંબઇમાં અવિરત બાંધકામની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બાંધકામ પ્રવૃત્તિઓમાંથી ઉત્સર્જન અને ધૂળ હવામાં ફેલાઇ જાય છે, જેને કારણે હવાની ગુણવત્તા કથળી ગઇ છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ મેટ્રો પ્રોજેક્ટ્સ માટે ખોદકામ ચાલુ હોવાથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. મુંબઇમાં વધતા જતા વાહનો પણ વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે.

આ બધા કારણોને લીધે વરસાદ બંધ થયા બાદ તરત જ મુંબઇમાં વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. ખાટલે મોટી ખોડ એ છે કે રાજકીય પક્ષો કે લોકો કોઇ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજતા નથી અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી.

ઑક્ટોબરના અંતમાં દીવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પાછું ફટાકડાને કારણે પ્રદુષણ વધશે. પર્યાવરણવાદીઓનું માનવું છે કે આવનારા તહેવારોના દિવસોમાં મુંબઇમાં હવાના પ્રદૂષણમાં વધારો થશે અને નવેમ્બર-ડિસેમ્બર મહિનો તો હવાના પ્રદૂષણ સંબંધમાં ભયંકર બની જશે. એવા સમયે લોકોએ પૂરતી સાવચેતી રાખવાની જરૂર છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત