નેશનલસ્પેશિયલ ફિચર્સ

Navratri Special: નવરાત્રીના પહેલા દિવસે છે મા શૈલપુત્રીના પૂજનનું મહત્વ

આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજે પ્રથમ નોરતું છે અને આજના દિવસે પરંપરાગત રીતે ઘટની (કળશ) સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન પર 3 દુર્લભ અને શુભ યોગો રચાઈ રહ્યા છે. આ યોગોમાં વિશ્વની દેવી દુર્ગાની પૂજા કરવાથી સાધકને ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. ચાલો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે જેમની આરાધના થાય છે તેવા દેવી શૈલપુત્રી વિશે.

દેવી શૈલપુત્રી વૃષભ પર સવાર છે અને દેવીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે. માતાનું આ સ્વરૂપ સૌમ્યતા, કરુણા, સ્નેહ અને ધૈર્યનું પ્રતિનિધિત્વ કરે છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. શાસ્ત્રો અનુસાર માતા શૈલપુત્રી ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવાથી ચંદ્ર દોષથી પણ રાહત મળે છે.

કઈ રીતે કરશો પૂજા:
માતાની પૂજા અને પ્રસાદમાં સફેદ રંગની વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ. દેવી માતાને સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને યોગ્ય વર મળે છે અને ઘરમાં પૈસા અને અનાજની કમી નથી રહેતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત