ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : અકારણ ગુસ્સો શા માટે?
-શ્ર્વેતા જોષી-અંતાણી
ધડામ!
જેવું નીશીનું આઈપેડ લઈ લેવામાં આવ્યું એ પછીના એક અઠવાડિયાની અંદર આ ત્રીજી ઘટના હતી, જેમાં એણે કોઈ વસ્તુનો છુટ્ટો ઘા કર્યો હોય.
મમ્મી કંઈક કહેવા જાય તો હમણા સુધી લગભગ દરેક વાતમાં હકારનો સૂર પુરાવતી નીશી હવે સામે બરાડા પાડતી અને પપ્પા ગુસ્સે થાય તો દરવાજો પછાડી સીધી બહાર ચાલી નીકળતી. ઘરમાં બધાંને એમ કે આપણે આઈપેડ નથી આપતા એટલે નશાની આદત માફક નીશી પરેશાન છે અને આવું ખરાબ વર્તન કરી રહી છે. અમુક અંશે આ ધારણા સાચી હતી તેમ છતાં બીજા એવાં ઘણાં કારણ હતાં કે જેને લીધે નીશી ધૂંધવાયેલી રહેતી. એને થઈ રહેલી પરેશાનીઓથી નીશી સિવાય ઘરમાં સહુ અજાણ હતાં.
‘સોશ્યલ મીડિયા ક્વિન’ ગણાતી નીશી અચાનક ‘ઓનલાઈન ગુમ થઈ ગઈ છે’ એ વાત વાયુવેગે એના ફ્રેન્ડસ અને સ્કૂલમેટ્સમાં પ્રસરી ગઈ હતી. નીશી તો ઠીક, પણ એના ફ્રેન્ડ- ફોલોઅર્સ માટે પણ આ નાનીસૂની ઘટના નહોતી એટલે એ સહુ પોતપોતાની સમજણ મુજબ અનુમાન બાંધી રહ્યા હતાં. અમુક એને ચીડવતા તો અમુક અફસોસ વ્યક્ત કરતા. કોઈ નીશી પર સવાલોનો મારો ચલાવતું તો કોઈ હવે જાણે એ મિત્રતાને લાયક ના હોય એમ વર્તતું. આવા જાણ્યા-અજાણ્યા ઈમોશન્સ એકીસાથે નીશીના માથે ઢગલો થતાં.એમાં નીશી અકળાયેલી રહેતી.
એક દિવસ રિસેસમાં બહાર નીકળતા પોતાના વગર ગ્રુપ ફોટોઝ લેતી ફ્રેન્ડ્સ પર નીશીનું ધ્યાન ગયું. એ ફટાફટ દોડીને પહોંચી તો એને આઘી હડસેલી દેવામાં આવી કે, ‘તારું તો ઓનલાઈન અકાઉન્ટ જ નથી તો અમે તને ટેગ કંઈ રીતે કરીશું?’
| Also Read: વેર-વિખેર – પ્રકરણ-૭૧
છેલ્લા એકાદ-બે દિવસથી કલાસમાં ‘બહેનજી’ જેવા નામથી એને બોલાવવાનું પણ શરૂ થયું. એને કોઈ બર્થ-ડે પાર્ટીમાં ઈન્વાઈટ કરવામાં ના આવી. આ બધાથી ફાટફાટ થતાં મગજને નીશી શાંત કરે એવામાં કલાસ અસાઈન્મેન્ટ આપી દેવામાં આવ્યું. હવે આઈપેડ વગર પોતે શું કરશે એવો વિચાર ઝબકી ઉઠયો : ઓહ! નીશીએ બે હાથે પોતાનું માથું પકડી લીધું. આ બધું એનાથી એકસાથે હેન્ડલ થતું નહોતું. બહાર મિત્રોના વર્તનની તકલીફ અને ઘરમાં કોઈ એને સમજતું નથી એનો વસવસો. એમાં વળી તરુણાવસ્થામાં ઈમોશન્સ વ્યક્ત કરવાની અણઆવડત ભળી. અંતે નીશી અકારણ ગુસ્સાનું બીજું નામ થવા લાગી.
જોકે, આવો નાનો – મોટો સામાજિક બહિષ્કાર તરુણીઓ ઘણી વખત ભોગવતી હોય છે. મોટાભાગે તો એ સહન પણ કરી જતી હોય, પરંતુ નીશીના કિસ્સામાં ગુસ્સાનો પહાડ જ્વાળામુખીમાં ફેરવાઈ ગયો. ઘર પહોંચતાવેંત એક પછી એક જે કંઈ હાથમાં આવ્યું એ બધું નીશીના ગુસ્સાનો ભોગ બની જમીનદોસ્ત થઈ રહ્યું હતું. મમ્મીને જ્યારે લાગ્યું કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે ત્યારે એણે આસપાસમાં મદદ માગવાનું વિચાર્યુ, પણ એવું કરવાથી નીશી વધુ વિફરી. અચાનક એનું ધ્યાન બારી બહાર પડયું. ઘર પાસે નાનું સરીખું ટોળું જમા થઈ ગયેલું એટલે મમ્મી પર વધુ ખીજ ચડી. ગુસ્સાથી થરથર કાંપતી એણે જાતને રૂમમાં બંધ કરી લીધી.
ઘરમાં મીટિંગનો દોર ચાલ્યો. નીશીને કોઈએ વાત કરવા કે પોતાની જાતને રજૂ કરવાની તક ના આપી. હવે વાત વધુ વણસે એ પહેલાં એને હોસ્ટેલમાં ભણવા મૂકી દેવાનો નિર્ણય લેવાઈ ગયો: ‘પારકી મા જ કાન વીંધે’ એવું સ્પષ્ટપણે માનતા વડીલોની અસ્પષ્ટ સમજણનું પરિણામ નીશીને અંતે ઘરથી દૂર ઢસડી ગયું.
| Also Read: પત્નીને પત્ર: વિશ્વનો પહેલો પ્રેમપત્ર…. ડિયર હની… તારો બન્ની
નીશીથી થોડી નાની પણ એની જીગરજાન કઝિન એવી વિહાને ખબર પડી એટલે એણે નીશીને મળવા જવાની જીદ્દ ઉપાડી. રસ્તામાં બે-ત્રણ વાર એને પણ કહી દેવામાં આવ્યું કે જો વિહા હવેથી નહીં માને તો એને પણ નીશી માફક દૂર ભણવા મૂકી દેવાશે. જો કે, વિહાને હાલ કોઈ ચર્ચામાં રસ નહોતો એને તો બને એટલું જલ્દી નીશીને મળવું હતું. વિહાને જોઈ નીશી રોઈ પડી. વિહાના ખૂબ બધાં સવાલો સામે એટલું જ બોલી શકી કે કોઈને એની પરવાં નથી એટલે હવે મારે પણ કોઈ સાથે વાત નથી કરવી.
આવું લગભગ દરેક ટીન એજર સાથે બનતું હોય છે,જેને એમની આડોડાઈ કે ખરાબ વર્તન સાથે જોડી સતત એમને ભશિશિંભશતય કરવામાં આવે છે, પરંતુ કયારેય એવું વિચાર્યું છે કે આવું શા માટે થતું હશે?
ક્યારેક ટીવી પર પોતાનો ગમતો કાર્યક્રમ ન જોઈ શકાય કે કયારેક ભાવતી વાનગી જમવા નથી મળી કે ક્યારેક બહાર જવાનું કેન્સલ થયું છે તો ક્યારેક પોતાનું ધાર્યું સામેવાળાએ નથી કર્યું….આવાં કોઈપણ કારણોસર તુરંત જ વસ્તુઓનો ઘા કરતા, ગુસ્સે થતાં, બરાડા પાડતાં ટીનએજર્સ જોવા મળે એ આજકાલ બહુ સામાન્ય ઘટના બની ગઈ છે. અમુક ટીન્સ પોતાના ક્રોધ તેમજ આવેગોને બિલકુલ કાબૂમાં નથી રાખી શકતા. કોઈ બોલીને ખીજ ઉતારે તો કોઈ રિસાયને, કયારેક કોઈ મારામારી પર ઊતરી આવે અને અંતે પોતાની જાત, કરિયર, સંબંધો તેમજ જિંદગીને નુકસાન પહોંચાડી બેસે છે.
એક રીતે જોઈએ તો ગુસ્સો એ આપણી અંદર રહેલા અનેક ઈમોશન્સ-લાગણી-આવેગોમાંનો એક પ્રકાર છે. ટીનએજમાં ઘણાં તરુણોને આ ગુસ્સાને કેમ સાચવવો એ ના આવડતું હોય અનાયાસે જ મારામારી પર ઊતરી આવતાં હોય છે માટે જ, તરુણાવસ્થામાં આવા અકારણ-સકારણ ગુસ્સાને કાબૂ કરતા શીખવું ખૂબ જરૂરી છે. ટીનએજમાં આવતા અંત: સ્ત્રાવોના ફેરફારો પણ જરા અમસ્તી વાતમાં એમને યળજ્ઞશિંજ્ઞક્ષફહહુ દીહક્ષયફિબહય – ભાવનાત્મક રીતે સંવેદનશીલ બનાવી દે છે. એ સમયે ક્રોધ પર અંકુશ મૂકવા જેવું અઘરું પરંતુ અશક્ય નહીં એવું કામ કરવું ઘણું અગત્યનું છે .એ જો ન થાય તો નીશી માફક અકારણ ગુસ્સાનું ગંભીર પરિણામ ભોગવવાનો વખત પણ આવે