આમચી મુંબઈમહારાષ્ટ્ર

અયોધ્યાની ‘રામલીલા’માં મિસ યુનિવર્સ રિયા સિંઘા બનશે સીતા…

૪૨થી વધુ દિગ્ગજ કલાકારો રામાયણના વિવિધ પાત્રોમાં જોવા મળશે

મુંબઈઃ ‘મિસ યુનિવર્સ ઈન્ડિયા’ ૨૦૨૪નો ખિતાબ જીતનાર રિયા સિંઘા અયોધ્યાની રામલીલામાં સીતાની ભૂમિકા ભજવશે. મનોજ તિવારી અને રવિ કિશન જેવા ૪૨ દિગ્ગજ કલાકારો ધરાવતી રામલીલાની સ્ટાર કાસ્ટ અયોધ્યામાં પોતાનો જાદુ પાથરશે.

આ રામલીલામાં મનોજ તિવારી બાલી અને રવિ કિશન સુગ્રીવના રોલમાં જોવા મળશે. સીતાનું પાત્ર ભજવવા વિશે વાત કરતાં રિયાએ કહ્યું કે આ વર્ષ મારા માટે ઘણી રીતે ખાસ છે. ભગવાન શ્રી રામના આશીર્વાદથી મને અયોધ્યાની વિશ્વની સૌથી મોટી રામલીલામાં સીતાની ભૂમિકા ભજવવાની તક મળી. હું તેના વિશે ખૂબ જ ઉત્સાહી છું.

રિયાએ કહ્યું કે તે શ્રી રામના જન્મસ્થળ પર આમંત્રિત કરવા બદલ આયોજકોનો આભાર માને છે. આ મુલાકાત મારા માટે ખૂબ જ રોમાંચક છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને રામાયણનો ભાગ બનવાની અને માતા સીતાની ભૂમિકા ભજવવાની તક મળી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતવા માટે હું ભગવાન શ્રી રામ અને માતા સીતાના આશીર્વાદ માંગીશ.

કોણ છે રિયા સિંઘા, ક્યારે બની મિસ યુનિવર્સ?

રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૪નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તેણે મિસ યુનિવર્સ ઈન્ડિયા ૨૦૨૪નો તાજ મેળવવાની તેની સફર વિશે પણ વાત કરી. અયોધ્યાની રામલીલામાં રિયાની સાથે સાથે ઘણા સ્ટાર્સ પણ કામ કરી રહ્યા છે.
અભિનેત્રી ભાગ્યશ્રી મા વેદવતીનું પાત્ર ભજવી રહી છે જ્યારે માલિની અવસ્થી મા શબરીની ભૂમિકા ભજવી રહી છે. અયોધ્યાની રામલીલાના સંસ્થાપક પ્રમુખ સુભાષ મલિક (બોબી)એ કહ્યું કે આ વખતે અયોધ્યાની રામલીલા અગાઉના તમામ વિશ્વ રેકોર્ડ તોડી નાખશે. ગયા વર્ષે ૩૬ કરોડ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો, પરંતુ આ વર્ષે ૫૦ કરોડથી વધુ લોકો ભાગ લેશે.

પીએમ મોદી કરી શકે છે ઉદ્ઘાટન

તમને જણાવી દઈએ કે આ વખતે અયોધ્યામાં રામલીલા ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે. આ વર્ષે ઘણા દિગ્ગજ સ્ટાર્સ પણ રામલીલામાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. વેદવતીના રોલમાં અભિનેત્રી ભાગ્યશ્રી, માલિની અવસ્થી શબરીની ભૂમિકા ભજવશે જેમના એઠાં બોર ભગવાન શ્રી રામે ખાધા હતા. ફિલ્મ અભિનેતા રાજ માથુર ભરતની ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ રામલીલાના કાર્યક્રમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત