પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૩-૧૦-૨૦૨૪, નવરાત્રિ પ્રારંભ, આશ્ર્વિન શુક્લ પક્ષ શરૂ

ભારતીય દિનાંક ૧૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬,
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૩૦મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર હસ્ત બપોરે ક. ૧૫-૩૧ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૫ (તા. ૪થી) સુધી પછી તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ), તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૫, સ્ટા. ટા.

મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૦૭, મધ્યરાત્રે ક. ૦૦-૩૫ (તા. ૪),ઓટ: સાંજે ક. ૧૮-૦૮, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૭ (તા. ૪)

વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – પ્રતિપદા. આશ્ર્વિન શુક્લ પક્ષ, શારદીય નવરાત્રિ પ્રારંભ, ઘટસ્થાપન: સવારે ક. ૦૬-૩૧ થી ૦૮-૦૧, સવારે ક. ૧૦-૫૯થી બપોરે ૦૩-૨૬, સાંજે ક. ૦૪-૫૬ થી રાત્રે ક. ૦૯-૨૬. જ્વારા સ્થાપન, ઈષ્ટિ, માતામહ શ્રાદ્ધ. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.

શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.

મુહૂર્ત વિશેષ: આશ્ર્વિન માસ સંક્ષિપ્ત: આશ્ર્વિન શુક્લ પક્ષમાં ત્રીજ વૃદ્ધિ છે. બારસનો ક્ષય. દિવસ-૧૫, કૃષ્ણપક્ષમાં ચોથનો ક્ષય, એકાદશી વૃદ્ધિ તિથિ છે. દિવસ-૧૫ એમ કુલ ૩૦ દિવસનો આ માસ તા. ૩ ઓક્ટોબરથી ૧ નવે. સુધી છે.આજે પ્રતિપદાએ માતૃપક્ષનાં દિવંગતનું શ્રાદ્ધ કરવું.આ માસમાં પૂનમનું ચંદ્રગ્રહણ, અમાસનું સૂર્યગ્રહણ બનતું નથી. નવરાત્રિ પર્વ તા. ૩ ઓક્ટોબરથી તા. ૧૨ ઓક્ટોબર સુધી છે. ૧૨મીએ નવરાત્રિના પારણાં વિજયાદશમી છે. તા. ૧૧મીએ આઠમ અને નવમી છે. તા. ૧૬મીએ શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, તા. ૨૪મીએ ગુરુપુષ્યામૃત સિદ્ધિ યોગ, તા. ૨૮મીએ વાઘબારસ, તા. ૨૯મીએ ધનતેરસ, તા. ૩૦મીએ કાળી ચૌદસ, તા. ૩૧મીએ નરક ચતુર્દશી, દિવાળી, તા. ૧લીએ દર્શઅમાસ, તા. ૨જી નવેમ્બરે નવા વર્ષનો પ્રારંભ થાય છે.

નવરાત્રિ મહિમા: તા.૩જી,આજથી વર્ષની ચાર નવરાત્રિમાંની અત્યંત પ્રચલિત એવી શારદીય નવરાત્રિ પ્રારંભાય છે. આજે ઘટસ્થાપના, માતાજીના ગરબાની સ્થાપના કરવી. માના ગરબામાં ઘીના અખંડ દીવાની સ્થાપના કરવી.ગરબાની જ્યોતનો પ્રકાશ પુંજ શક્તિ પ્રદાતા છે. જ્વારા ઊગાડવા અને પૂજવા, આજે શૈલપુત્રી નામસ્વરૂપમાતાની પૂજા કરવી. તા.૧૧મીએ મહાષ્ટમી, મહાનવમી છે. તા.૧૨મીએ નવરાત્રિનાં પારણાં,દશેરા પર્વ છે. મા અંબાનો મહિમા અપરંપાર છે. માની કૃપા મેળવવા માટેની પ્રાર્થના કરતા પહેલા, ભક્તિ કરતા પહેલા જીવનને સાદગીભર્યું, સંયમિત બનાવવું પડે છે. આ સંયમિત જીવન વિષય વાસના, વ્યસનની કુટેવ યુક્ત જીવનને ત્યાગી સંયમિત જીવન જીવવું ને ત્યાર પછી માની ઉપાસના કરવાથી લાભ થાય છે. શક્તિનો સંચાર થાય છે. એજ નવરાત્રિ પર્વની ઉજવણીનો મર્મ છે. શ્રદ્ધાવાનો એ બ્રાહ્મણ દ્વારા નવરાત્રિ પર્વમાં ચંડીપાઠ કરાવવો. શક્તિ ઉપાસનામાં મનનું બળ, નવરાત્રિના ઉપવાસ પર્વની ઉજવણીના મક્કમ નિર્ણયનું મહત્ત્વ છે. આથી આજે ચંદ્ર અને આત્મબળ માટે, ચંદ્ર-સૂર્યની પૂજાનો શ્રેષ્ઠ યોગ છે.

આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ગુરુ-શુક્ર પ્રતિયુતિ

ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ગુરુ-શુક્ર પ્રતિયુતિ

ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button