આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન યોજના: દિવાળી ધમાકેદાર!

અજિત પવારે કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બરના પૈસા ક્યારે આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે બુધવારે જણાવ્યું હતું કે, અમે લાડકી બહેન યોજનાના ઓક્ટોબર અને નવેમ્બરના પૈસા દસમી ઓક્ટોબર સુધીમાં ચૂકવવાની તૈયારી કરી રહ્યા છીએ. આ પૈસા તમારા માટે વાપરો. મહિલાઓ સન્માન સાથે જીવી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

એનસીપીવતી તેઓ તહેસીલ કાર્યાલયના મેદાનમાં આ ઉત્સવનું આયોજન કરવા આવ્યા હતા. બીડમાં છત્રપતિ સંભાજી મહારાજ ચોકથી નીકળેલી ફેરીમાં જેસીબીથી હાર પહેરાવીને અજિત પવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ સુનીલ તટકરે, કૃષિ મંત્રી ધનંજય મુંડે અને અન્ય હાજર રહ્યા હતા.

આપણ વાંચો: લાડકી બહેન યોજના માટે અરજી કરી પણ…: આ કારણે નથી મળી રહ્યો લાભ…

પવારે કહ્યું હતું કે, બીડ જિલ્લાના લોકો એનસીપીને પ્રેમ કરે છે. સરકારની યોજનાઓ તમારા સુધી પહોંચાડવા માટે, જન સન્માન દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બજેટમાં મહિલાઓને સામે રાખીને યોજનાઓ ઘડી કાઢવામાં આવી હતી.

મુખ્યમંત્રી લાડકી બહેન યોજના પાછળ 46 હજાર કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છીએ. અમારી યોજનાથી વિરોધીઓને ઉબકા આવી રહ્યા છે. મહાયુતિ સરકારને ફરી એક વખત રાજ્યમાં સત્તા આપો અને આ તમામ યોજનાઓ સરકાર આવતાં આવતાં પાંચ વર્ષ સુધી ચાલુ રાખશે,એમ પણ પવારે એમ કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત