બોપલની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો
અમદાવાદ: અમદાવાદમાં બોપલની યુવતીને બ્લેકમેલ કરનારા વિધર્મી પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના બોપલની એક યુવતી સાહિલ નામમાં એક મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી. સાહિલ અહેમદે યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રેમમાં ફસાવી હતી અને બાદમાં યુવતીના અશ્લીલ ફોટો અને વિડીયો રાખીને યુવતીને બ્લેકમેલ કરતો હતો. આથી યુવતીએ બે વખત હાથની નસો કાપીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતીની માતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે સાહિલ અહેમદ નામના 21 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તે યુવતીને બ્લેકમેલ કરીને પૈસાની ઉઘરાણી કરતો હતો. સાહિલે બોપલની યુવતીને સોશિયલ મીડિયા દ્રારા પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં યુવતીના અશ્લીલ વીડિયો રેકોડીંગ કરીને બ્લેકમેલ કરતો હતો. આથી સાહિલના ત્રાસથી યુવતીએ કંટાળીને બે વખત પોતાના હાથની નસો કાપી નાખી હતી અને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત આરોપી યુવતીને સિગારેટના ડામ પણ આપતો હતો. આ સમગ્ર મામલે યુવતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં પોલીસે પુણેથી આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો :અમદાવાદ મેટ્રોરેલઃ બે વર્ષમાં 65 કરોડ કમાણી, પણ ખોટનો આંકડો જાણશો તો…
યુવતી ગયા વર્ષે ક્રિસમસ પર આઠ દિવસ માટે ગોવા ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી,ત્યાં તે આ યુવકના સંપર્કમાં આવી હતી. પૂણેના સાહિલ અહેમદ સતારકર નામના યુવક સાથે પ્રેમ સબંધમાં બંધાઇ હતી અને ગોવા ફરવા ગઈ ત્યારે તે પણ યુવતીને મળવા આવ્યો હતો. યુવતી આખો દિવસ આ જ યુવક સાથે હતી અને આથી જ તેને કેમ્પસ પર જવામાં મોડું થતાં તેની જાણ અમદાવાદમાં તેના માતાપિતાને પણ કરવામાં આવી હતી. ત્યારે સાહિલે યુવતીને હાથમાં સિગારેટના ડામ આપ્યા હતા.
અમદાવાદ પરત આવી ગયા બાદ પણ સાહિલ યુવતીને ફોન કરીને હેરાન કરતો હતો. તેણે વીડિયો કોલ કરીને યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો અને તેના આધારે તે યુવતીને બ્લેકમેલ પણ કરતો હતો. આરોપીએ વારંવાર QR કોડ મોકલીને યુવતી પાસેથી પૈસા પણ પડાવ્યા હતા. વળી તે યુવતીને હાથ પર બ્લેડ મારવા, સિગારેટ પીવા અને તેના મિત્રો સાથે વાત કરવા દબાણ કરતો હતો. ત્યારબાદ યુવતીની માતાએ આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.