આમચી મુંબઈમહારાષ્ટ્રશેર બજાર

IPO 2024 : સેબી પાસે એક જ દિવસમાં 13 કંપનીઓએ માંગી IPO મારફતે 8000 કરોડ એકત્ર કરવાની મંજૂરી…

મુંબઇ : શેરબજારમાં ચાલી રહેલી તેજી વચ્ચે કંપનીઓ ભંડોળ ઊભું કરવા માટે આઇપીઓ(IPO 2024) લાવવા માટે લાઇનમાં ઉભી છે. જેમાં માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે એક જ દિવસમાં કુલ 13 કંપનીઓએ આઇપીઓ મંજૂરી સંબંધિત દસ્તાવેજો ફાઈલ કર્યા છે. જો આ તમામ અરજીઓને સેબીની મંજૂરી મળશે તો આ કંપનીઓ આઈપીઓ દ્વારા ઓછામાં ઓછા રૂપિયા 8,000 કરોડ એકત્ર કરવામાં સફળ થશે.

આ પણ વાંચો :જાપાનીઝ માર્કેટ નબળું પડતાં ભારતીય શૅરબજારને જબરજસ્ત પછડાટ, સેન્સેક્સ સત્રમાં ૧૩૧૫ પોઇન્ટનો જોરદાર કડાકો

ઓફર ફોર સેલની પણ દરખાસ્ત

જેમાં ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઇલ કરનાર આ કંપનીઓ વિવિધ ક્ષેત્રોની છે. જેમાં ઘણા આઇપીઓમાં નવા ઈશ્યુની સાથે હાલના શેરના પ્રમોટરોએ પણ ઓફર ફોર સેલ( OFS)ની દરખાસ્ત કરી છે. વિક્રમ સોલાર, આદિત્ય ઇન્ફોટેક અને વરીન્દ્ર કન્સ્ટ્રક્શન્સ એ કંપનીઓમાં સામેલ છે જેમણે સેબીમાં આઇપીઓ મંજૂરી અંગે ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઇલ કર્યા છે.

ભારતીય બજાર તરફ કંપનીઓનો વિશ્વાસ વધ્યો

એક જ દિવસમાં 13 કંપનીઓએ આઇપીઓની મંજૂરી માટે અરજી કરી છે જે ભારતીય બજાર પ્રત્યે કંપનીઓનો વધતો વિશ્વાસ દર્શાવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 62 કંપનીઓએ તેમના આઇપીઓ દ્વારા કુલ રૂપિયા 64,000 કરોડ એકત્ર કર્યા છે. આ સમગ્ર વર્ષ 2023માં 57 આઇપીઓ દ્વારા એકત્ર કરાયેલ રૂપિયા 49,436 કરોડ કરતાં 29 ટકા વધુ છે.

આઇપીઓથી કેટલા કરોડ એકત્ર કરાશે ?

સેબીમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, વિક્રમ સોલારનો પ્રસ્તાવિત આઇપીઓ એ રૂપિયા 1,500 કરોડ સુધીના નવા શેર અને પ્રમોટરો દ્વારા 1.74 કરોડ સુધીના શેરની ઓફર ફોર સેલનું સંયોજન છે.

આદિત્ય ઇન્ફોટેક આઇપીઓ દ્વારા રૂપિયા 1,300 કરોડ એકત્ર કરશે

આદિત્ય ઇન્ફોટેક આઇપીઓ દ્વારા રૂપિયા 1,300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાં રૂપિયા 500 કરોડના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને પ્રમોટરો દ્વારા રૂપિયા 800 કરોડના શેરના વેચાણની ઓફરનો સમાવેશ થશે. વરિન્દ્રા કન્સ્ટ્રક્શનનો રૂપિયા 1,200 કરોડનો આઇપીઓ એ રૂપિયા 900 કરોડના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને પ્રમોટરો દ્વારા રૂપિયા 300 કરોડના શેરના OFSનું મિશ્રણ છે.

વિક્રાન એન્જિનિયરિંગની રૂપિયા 420 કરોડ એકત્ર કરવાની યોજના

વિક્રાન એન્જિનિયરિંગના પ્રસ્તાવિત આઇપીઓમાં રૂપિયા 100 કરોડ સુધીના શેરના વેચાણની ઓફર અને રૂપિયા 900 કરોડ સુધીના નવા શેરનો સમાવેશ થાય છે. કોલકાતા સ્થિત રાહી ઇન્ફ્રાટેક આઇપીઓથી રૂપિયા 420 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. નવા શેર ઉપરાંત ઇશ્યૂમાં પ્રમોટરો દ્વારા 27 લાખ શેરના વેચાણની ઓફર પણ સામેલ હશે.

સંભવ સ્ટીલ ટ્યુબ્સના પ્રમોટર શેર પણ વેચાણ માટે ઓફર કરશે

સંભવ સ્ટીલ ટ્યુબ્સ આઇપીઓ પ્રમોટરો દ્વારા રૂપિયા 100 કરોડના મૂલ્યના શેરો અને રૂપિયા 440 કરોડના નવા શેરો સાથે વેચાણ માટે ઓફર કરવાની દરખાસ્ત કરે છે. જેરો ઇન્સ્ટિટ્યૂટના રૂપિયા 570 કરોડના આઇપીઓમાં રૂપિયા 170 કરોડ સુધીના નવા શેરો ઉપરાંત પ્રમોટર સંજય સાલુંખે રૂપિયા 400 કરોડના શેર પણ વેચાણ માટે ઓફર કરશે.

આ પણ વાંચો :Stock Market : શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

ઓલ ટાઈમ પ્લાસ્ટિકનો પ્રસ્તાવિત આઈપીઓ

મુંબઈ સ્થિત ઓલ ટાઈમ પ્લાસ્ટિકનો પ્રસ્તાવિત આઈપીઓ રૂપિયા 350 કરોડના નવા ઈશ્યુ અને પ્રમોટરો દ્વારા 52.5 લાખ શેરના વેચાણની ઓફરનું સંયોજન છે. જ્યારે સ્કોડા ટ્યુબ્સના આઈપીઓમાં રૂપિયા 275 કરોડના સંપૂર્ણ નવા શેરનો સમાવેશ થશે. દેવ એક્સિલરેટરના પ્રારંભિક શેર વેચાણમાં 2.47 કરોડ શેરનો નવો ઈશ્યુ પણ જોવા મળશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત