નેશનલસ્પેશિયલ ફિચર્સ

Amazon ના નામે તમારી સાથે તો નથી થઇ રહ્યો ને ફ્રોડ! ઓર્ડર વગર જ આવી રહ્યા છે પાર્સલ, જાણો સમગ્ર મામલો…

આ તહેવારોની સીઝનમાં લોકો ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ઘણી ખરીદી કરી રહ્યા છે ત્યારે કેટલાક કૌભાંડીઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ સ્કેમર્સ એમેઝોનના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ફ્રોડ કરનારાઓની મોડસ ઓપેરેન્ડી સીધીસાદી છે. તેો આવા પાર્સલ તમારા ઘરે મોકલી રહ્યા છે. આ એવા પાર્સલ છે જે ગ્રાહકે ક્યારેય ઓર્ડર કર્યા નથી.

ખાસ વાત એ છે કે આ તમામ પાર્સલ કેશ ઓન ડિલિવરી પર આવી રહ્યા છે. જ્યારે આ ડિલિવરી બોય લોકોના ઘરે પહોંચે છે, ત્યારે તેઓ કહે છે કે અન્ય કોઈએ તમારા માટે કંઈક ઓર્ડર કર્યું છે, પરંતુ તમારે ચૂકવણી કરવી પડશે કારણ કે તે ડિલિવરી ઓર્ડર કેશ (કેશ ઓન ડિલિવરી) છે. હવે જો પાર્સલ લેનાર વ્યક્તિ થોડી પણ જાગૃત ન હોય તો તે તરત જ ડિલિવરી કરનારને પૈસા આપી દે છે અને છેતરપિંડીનો શિકાર બની જાય છે.

જ્યારે આ પાર્સલ ખોલવામાં આવે છે, ત્યારે તેમાંથી કેટલીક ખૂબ જ સસ્તી વસ્તુ મળે છે, જેની કિંમત માંડ સોએક રૂપિયા હશે, જ્યારે ડિલિવરી લેતા સમયે ગ્રાહકે તેના ઘણા વધુ પૈસા ચૂકવ્યા હતા. ક્યારેક પાર્સલમાંથી માટી અને નાના પથ્થરો પણ મળી આવે છે.

તાજેતર દિલ્હી નજીક નોઈડાના સેક્ટર 82 સ્થિત ઉદ્યોગ વિહાર સોસાયટીનો આવો મામલો જાણવા મળ્યો છે.

એક ડિલિવરી બોય 30 સપ્ટેમ્બરે બપોરે 3.10 વાગ્યે આ સોસાયટીના એક ફ્લેટ પર પહોંચી હતી. તેણે ઘરની મહિલાને કહ્યું હતું કે તમારું પાર્સલ એમેઝોનથી આવ્યું છે. નવાઈની વાત એ હતી કે પાર્સલ પર ફ્લેટ માલિકનું નામ બરાબર લખેલું હતું. ડિલિવરી બોયે મહિલાને જણાવ્યું હતું કે આ પાર્સલ કેશ ઓન ડિલિવરી છે, એટલે કે તમારે તેની કિંમત ચૂકવવી પડશે. ફ્લેટમાં હાજર મહિલાને લાગ્યું કે પરિવારના કોઈ સભ્યએ કંઈક મોકલ્યું હશે અને પાર્સલના પૈસા ચૂકવી દીધા હતા. જ્યારે સાંજે પાર્સલ ખોલવામાં આવ્યું ત્યારે તેમાંથી માંડ 50 થી 100 રૂપિયાની કોઈ ચીજવસ્તુ નીકળી હતી, જ્યારે મહિલાએ આ પાર્સલ માટે 699 રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે અમેઝોન કસ્ટમર કેરમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે એમેઝોને સ્પષ્ટ કર્યું હતું કે મહિલા સાથે છેતરપિંડી થઈ છે. પીડિત પરિવારે યુપીની સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર રિપોર્ટ નોંધાવી હતી.

આટલું ઓછું હોય તેમ બીજા દિવસે ફરી પાછું આ જ પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું. પહેલી ઑક્ટોબરના રોજ આ જ ઘરે બીજું એક એમેઝોનનું પાર્સલ આવ્યું હતું. પહેલા વાળો જ ડિલિવરી બૉય સાંજે 5.15 વાગે પાર્સલ લઇને પહોંચ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે કેશ ઓન ડિલિવરી છે, પણ એ સમયે ઘરની વડીલ હાજર હતા અને તેમણે ડિલિવરી બૉયની પૂછપરછ કરવા માંડી હતી. અચાનક થયેલા સવાલોથી ડિલિવરી બોય ગભરાઇ ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે, જો આ તેમનું પાર્સલ ના હોય તો કેન્સલ કરી દે છે અને હવેથી તેમને આવા પાર્સલ નહીં આવે. ડિલિવરી બોયે ફોન પર કોઇ સાથએ વાત પણ કરી અને એને જણાવ્યું કે કસ્ટમર જાગરૂક છે અને એને આગળથી આવી સમસ્યા નહીં થવી જોઇએ. વડીલને જ્યારે ડિલિવરી બોય પર શંકા ગઇ તો તેમણે તેની બાઇકનો ફોટો લઇ લીધો, પણ તેની બાઇકની નંબર પ્લેટઅડધી તૂટેલી હતી, જેના કારણે તેની ભાળ મેળવવી અસંભવ હતી. ડિલિવરી બોય ગયા બાદ વ઼ડીલે Amazon હેલ્પ લાઇન પર ફોન કરી તમામ બાબત જણાવી તો એમેઝોને જણાવ્યું હતું કે તેમની સાથે ફ્રોડ થયો છે.

આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે. તેથઈ કેશ ઓનડિલિવરીનું પાર્સલ આવે તો ચેતી જજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button