આપણું ગુજરાત

Navratri માં લાઉડ સ્પીકર પર 12 વાગે પછી પ્રતિબંધ, ખેલૈયાઓ દ્વિધામાં મુકાયા

અમદાવાદ : ગુજરાતમાં ગુરુવારથી નવરાત્રીનો(Navratri)પ્રારંભ થઈ રહ્યો છે. ખેલૈયાઓમાં ગરબાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સવારના પાંચ વાગે સુધી ગરબા રમવા લોકોને કહ્યું છે. જ્યારે અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં પોલીસના જાહેરનામા મુજબ રાત્રે 12 વાગે સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે.

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

નવરાત્રીને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાત્રિના 12 પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તેમજ તારીખ 3થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે રાત્રિના બાર વાગ્યા પછી રાસ ગરબામાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પોલીસની જાહેરાત છે. તારીખ 3 થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે.

| Also Read: Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે

જો કે એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સવારના પાંચ વાગે સુધી ગરબા રમવાની જાહેરાત અને બીજી તરફ પોલીસનું જાહેરનામું આ બંનેના લીધે આયોજકો અને ખેલૈયાઓ દ્વિધામાં મુકાયા છે. તેમજ મોડી રાત સુધી સાઉન્ડ સિસ્ટમ ઉપર ગરબા રમવાની ખેલૈયાઓની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યુ છે.

અમદાવાદમાં નવરાત્રીમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી

ગઇકાલે અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનરે નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવરાત્રીમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. આથી શહેરમાં નવરાત્રિ સારી રીતે થઈ શકે તે માટે અમદાવાદ પોલીસના અધિકારીઓ બંદોબસ્તમાં રહેવાના છે. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન અનેં સ્થાનિક પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સાથે ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈ નું પાલન કરાશે. અમદાવાદ શહેરમાં 14,000 પોલીસ જવાન સ્ટેન્ડ બાય રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button