Mahatma Gandhi Jayanti પર જાણો ઈન્ડિયન કરન્સી પર છપાયેલા બાપુનો એ ફોટો કોણે અને ક્યારે ક્લિક કર્યો?
આજે ભારતીય ચલણ પર જોવા મળતી બાપુની આ તસવીર ક્યાંથી અને કોણે ક્લિક કરી હતી જાણો છો? ચાલો આજે બીજી ઓકટોબર ગાંધી જયંતિના દિવસે આ વિશે થોડું વધારે જાણવાનો પ્રયાસ કરીએ…
બાપુના ફોટાવાળી ભારતીય ચલણી નોટો તો આપણે રોજબરોજના જીવનમાં જોતા અને ઉપયોગમાં લેતા આવ્યા છીએ, પણ ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે બાપુનો આ લાક્ષણિક સ્મિતવાળો ફોટો ક્યાંથી લેવામાં આવ્યો હશે કે કોણે ક્લિક કર્યો હશે? તો ચાલો, તમારા આ બે સવાલમાંથી પહેલાં સવાલ એટલે આ ફોટો ક્યાંથી લેવામાં આવ્યો છેનો જવાબ પહેલાં આપી દઈએ.
તમારી જાણ માટે કે ભારતીય ચલણી નોટ પર છપાયેલો આ મહાત્મા ગાંધીનો ફોટો 1946માં ક્લિક કરવામાં આવ્યો હતો અને આ ફોટોમાં તેઓ બ્રિટિશ રાજકારણી લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક-લોરેન્સ સાથે ઉભેલા જોવા મળ્યા હતા. આ ફોટોમાંથી બાપુનો ફોટોગ્રાફ ક્રોપ કરવામાં આવ્યો હતો. આ ફોટોગ્રાફ પસંદ કરવાના કારણ વિશે વાત કરીએ તો આ ફોટોમાં બાપુના ચહેરા પર એકદમ લાક્ષણિક સ્મિત જોવા મળ્યું હતું જ એક ઉત્તમ અભિવ્યક્તિનું માધ્યમ માનવામાં આવે છે.
વાત કરીએ આ ફોટો કોણે ક્લિક કર્યો એની તો આ હજી પણ એક રહસ્ય જ છે, કારણ કે આ ફોટોગ્રાફ કોણે ક્લિક કર્યો એ ફોટોગ્રાફરની ઓળખ તો હજી પણ થઈ શકી નથી. પણ એક વાત તો છે કે જેણે પણ આ ફોટો ક્લિક કર્યો હશે તે એક બેસ્ટ ફોટોગ્રાફર હશે, કારણ કે બાપુના તમામ ફોટોમાંથી આ બેસ્ટ ફોટો કહી શકાય. આ ફોટોમાં બાપુના ચહેરા પર એક અલગ સ્મિત અને આભા જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Gandhi Jayanti 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને કર્યું નમન, રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પી
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આરબીઆઈનું એવું માનવું છે કે હ્યુમન ફેસ કરતાં નિર્જીવ વસ્તુઓની નકલ કરવી ખૂબ જ સરળ છે. આ જ કારણે આરબીઆઈ દ્વારા ભારતીય ચલણી નોટો પર પર મહાત્મા ગાંધીની તસવીર છાપવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત બાપુના ફોટો છાપવાનો નિર્ણય તેમની રાષ્ટ્રીય અપીલને કારણે પણ કરવામાં આવ્યો હતો. હતી. અત્યારની નવી કરન્સી નોટમાં અનેક નવા નવા સેફ્ટી ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.n જેમાં વિન્ડોઝ સિક્યુરિટી થ્રેડ, ઇન્કોગ્નિટો ઇમેજ અને દૃષ્ટિહીન લોકો માટે ઇન્ટાગ્લિયો ફીચર્સ વગેરેનો સમાવેશ થાય છે.
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ફેકટ? તમે પણ તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને એમના જનરલ નોલેજમાં વધારો કરજો…