નેશનલમનોરંજન

શાહરૂખ ખાનની અભિનેત્રીની લેમ્બોર્ગિની ફેરારી સાથે ટકરાઈ

સારડીના (ઇટાલી): શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’થી ડેબ્યૂ કરનાર બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશીની કારને ઈટાલીમાં અકસ્માત નડ્યો હતો. ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે લેમ્બોર્ગિનીમાં મુસાફરી કરી રહી હતી.

આ માર્ગ અકસ્માતમાં ગાયત્રી જોષી અને તેમના પતિનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ અકસ્માતમાં ફેરારી કારમાં મુસાફરી કરી રહેલા સ્વિસ કપલનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી અને તેનો પતિ લક્ઝરી કાર સાથે રેસ કરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઇટાલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં બની હતી.


ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ તેમની લેમ્બોર્ગિનીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેની કારની પાછળ બીજી ઘણી લક્ઝરી કાર પણ દોડી રહી હતી. આ સમય દરમિયાન, એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે, તેની કાર ફેરારી સાથે અથડાઈ હતી, જે બાજુમાં ચાલી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ હતી. આ અથડામણને કારણે મિની ટ્રક પલટી ગઈ અને ફેરારીમાં આગ લાગી, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા કપલનું મોત થયું.

મૃતકોની ઓળખ 63 વર્ષીય મેલિસા ક્રાઉટલી અને 67 વર્ષીય માર્કસ ક્રાઉટલી તરીકે થઈ છે, બંને સ્વિટ્ઝર્લેન્ડના છે. ગાયત્રીએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી કે વિકાસ અને તે ઈટાલીમાં છીએ. તેઓ અહીં એક કાર અકસ્માતનો ભોગ બન્યા છે, પણ ભગવાનની કૃપાથી તેઓ બંને એકદમ ઠીક છે.

અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે પાછળથી જઈ રહેલા વાહનના ડેશબોર્ડ પર લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીડિયો રેકોર્ડ કરી રહેલા વાહનને એક પછી એક કેટલાક લક્ઝરી વાહનો ઓવરટેક કરે છે. ત્યાર બાદ થોડે આગળ જતાં એક લક્ઝરી કારે મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે તેને ટક્કર મારી હતી, જેના કારણે કાર અને ટ્રક બંને પલટી ગયા હતા.

ગાયત્રી જોશીએ 2004માં ફિલ્મ ‘સ્વદેશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે શાહરૂખ ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા હતા. જો કે, માત્ર એક જ ફિલ્મ ‘સ્વદેશ’ કર્યા પછી, તેણે પોતાની જાતને અભિનયથી દૂર કરી દીધી હતી અને ઓબેરોય કન્સ્ટ્રક્શનના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ ઓબેરોય સાથે પરણીને સંસાર વસાવી લીધો હતો.


ત્યારથી તે બોલિવૂડથી દૂર જોવા મળી રહી છે. તેણે 1999માં ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લઈને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. બીજા વર્ષે 2000 માં તેણે મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો, જેને કારણે તેને જાપાનમાં મિસ ઇન્ટરનેશનલ 2000 માં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…