સ્પોર્ટસ

રહાણે સદીની નજીક, સરફરાઝ પણ સેન્ચુરી ફટકારી શકે: મુકેશ કુમારની ત્રણ વિકેટ…

લખનઊ: રણજી ચૅમ્પિયન મુંબઈ અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે મંગળવારે અહીં શરૂ થયેલી પાંચ દિવસની ઇરાની કપની મૅચમાં બૅટિંગ મળ્યા બાદ મુંબઈએ ચાર વિકેટે 237 રન બનાવ્યા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણેના નૉટઆઉટ 86 રનનો સમાવેશ હતો. તેણે આ રન 197 બૉલમાં એક સિક્સર અને છ ફોરની મદદથી બનાવ્યા હતા અને સરફરાઝ ખાન (54 નૉટઆઉટ, 88 બૉલ, છ ફોર) સાથે પાંચમી વિકેટ માટે 98 રનની અતૂટ ભાગીદારી સાથે રમી રહ્યો હતો.

આ પણ વાંચો :રોહિત-ગંભીરની જુગલ જોડીએ મૅચનું પાસું પલટી નાખ્યું અને ભારતે રચ્યો ઇતિહાસ

એ પહેલાં, રહાણેએ શ્રેયસ ઐયર (57 રન, 84 બૉલ, બે સિક્સર, છ ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 102 રનની પાર્ટનરશિપ કરી હતી.

મુંબઈની ઇનિંગ્સમાં હજી શાર્દુલ ઠાકુર, શમ્સ મુલાની, વગેરે ખેલાડીઓની બૅટિંગ બાકી હોવાથી આ ટીમ 350-પ્લસના સ્કોર સુધી પહોંચશે તો નવાઈ નહીં લાગે.

આ પણ વાંચો :IND vs BAN: જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન, સાઉથીને પાછળ છોડ્યો અને જયસૂર્યાની બરાબરી કરી

રેસ્ટ ઑફ ઇન્ડિયા વતી પેસ બોલર મુકેશ કુમારે ત્રણ તથા યશ દયાલે એક વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના, માનવ સુથાર અને સારાંશ જૈનને વિકેટ નહોતી મળી.

મુંબઈની ઇનિંગ્સની શરૂઆત સારી નહોતી. પૃથ્વી શૉ ચાર રન, આયુષ મ્હાત્રે 19 રન અને વિકેટકીપર હાર્દિક તમોરે શૂન્યમાં આઉટ થઈ ગયો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત