હિન્દુ મરણ
લોહાણા
સરલાબેન વિઠ્ઠલદાસ સચદેવ તા. ૩૦-૯-૨૪, સોમવારના રોજ અવસાન પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા. ૩-૧૦-૨૪ને ગુરૂવારના રોજ સાંજે શ્રી લોહાણા સમાજ, પ્લોટ નં-૧૪, સેક્ટર ૧૦, કોપરખેરાણે, નવી મુંબઈ-૪૦૦૭૦૯ ખાતે રાખેલ છે. શોકાતુર- હસમુખભાઈ વિઠ્ઠલદાસ સચદેવ, નરેશભાઈ વિઠ્ઠલદાસ સચદેવ, પ્રફુલાબેન ત્થા વિણાબેન પ્રવિણાબેન અને જીતેન્દ્રકુમાર ઉનડકટ, કાજલબેન-ચિરાગભાઈ, જીનલબેન-હર્ષભાઈ, ઉદય સચદેવ, માહિર સચદેવ.
હાલાઇ ભાટિયા
રશ્મિ (ઉં. વ. ૭૩) દમયંતિ દિલીપસિંહ ત્રિભોવનદાસના સુપુત્ર, ભાવનાબહેનના પતિ. કુનાલ, ચૈતાલી, પ્રિયંકાના પિતાશ્રી. નંદુબેન ગોપાલભાઇના જમાઇ. ભામિનીના ભાઇ. તા. ૧-૧૦-૨૪ના શ્રીજીનાશરણ પામેલ છે. ઉઠમણું : તા. ૩-૧૦-૨૪ના ૫થી ૬, પ્રાર્થનાસભા ઠે. ભાટીયા ભગીરથી, દાદીશેઠ અગિયારીલેન, મધ્યે રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામસલાયાવાલા હાલ ઘાટકોપરના લક્ષ્મીદાસભાઇ મશરૂ (ઉં.વ. ૯૧) તે સ્વ. જશોદાબેન તથા પોપટલાલ મશરૂના પુત્ર. તે વિમળાબેનના પતિ. તે કિંતેશ, દક્ષા ભરત નાગ્રેચા, ભારતી અશ્ર્વિન ઠક્કર, યોગિની સુરેશ ઉનડકટ, મનિષા નિલેશ ખાખરિયાના પિતાશ્રી. તે હિનાબેનના સસરા. પૂર્વાંગના દાદા. ગોપાલદાસ જીવણદાસ જોબનપુત્રા કલ્યાણવાળાના જમાઇ. સ્વ. વસંતભાઇ તેમ જ સ્વ. દમયંતીબેન હસમુખલાલ બાટવિયાના ભાઇ. તા. ૩૦-૯-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. ભાનુમતી (દમાબેન) (ઉં. વ. ૯૦) તે સ્વ. ભગવાનદાસ વિઠ્ઠલદાસ ઝવેરીના ધર્મપત્ની. તે સ્વ. વલ્લભદાસ મોરારજીના પુત્રી. તે હેમંત, મુકુંદ, સ્મિતાના માતુશ્રી. તે નીતા, વૃંદા અને વિરેન મર્ચંટના સાસુજી. તે નિયતિ, કોમલ, ધ્વનીલ, પાર્થના દાદી. ક્રીષ, ધીરના નાની. તા. ૩૦-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩-૧૦-૨૪ના ગુરુવારે સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ), સાંજે ૪.૩૦થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.
પચીસ ગામ ભાટીયા
કુડુવાડી નિવાસી હાલ વિરાર મુંબઇ અ. સૌ. સ્વાતિ જયેશ ભાટિયા (ઉં. વ. ૫૧) તે અજિતકુમાર કિશનભાઇ, આરતી (યશોધરા) અજિતકુમાર, રાજેશ્રી શુરસિંહભાઇ કિસનદાસના પુત્રવધૂ. તે સિદ્ધિ, મૈત્રી, બાની અને દક્ષના માતુશ્રી-કાકી. તે સેજલ, કેતન અજિતકુમાર, વૈશાલી પરેશ, મીનલ આનંદ, શિતળના ભાભી. પ્રમિલાબેન ચંદુભાઇ નેગાંધીના પુત્રી. પરાગ ચંદુભાઇ નેગાંધીના બેન. તા. ૩૦-૯-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
ધાંગધ્રા નિવાસી હાલ મુંબઇ સ્વ. વસંતગૌરી અને સ્વ. સૂરજલાલ અમૃતલાલ પરીખના પુત્ર. વિનોદ પરીખ (ઉં. વ. ૮૨) તે સ્વ. હંસાબેનના પતિ. ગૌરાંગ તથા પ્રીતીના પિતા. માયા તથા રાજેશના સસરા. સ્વ. ઇંદુબેન હરેન્દ્રભાઇ પારેખ, સ્વ. રમાબેન ઇન્દ્રવન પરીખ તથા સ્વ. રેખાબેન કૃષ્ણકાંત વોરાના ભાઇ. સ્વ. ચીમનલાલ ભગવાનજીભાઇ પરીખના જમાઇ. સોમવાર, તા. ૩૦-૯-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ડુંગરવાળા હાલ બોરીવલી સ્વ. પુષ્પાબેન હરિલાલ છગનલાલ વોરાના પુત્ર જયપ્રકાશભાઈ વોરા (ઉં.વ. ૭૬) ૩૦/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ચેતનાના પતિ. ઝંખના ધર્મેશ મહેતાના પિતા. સ્વ. મધુરીબેન કાંતિલાલ મહેતા, સ્વ. રજનીબેન મહેશકુમાર સંઘવી, ઉર્વશીબેન પ્રકાશચંદ્ર મહેતા, સ્વ. ગીતાબેન મહેન્દ્રકુમાર સંઘવી તથા મહેન્દ્રભાઈના ભાઈ. ઓથાવાળા સ્વ. વિઠ્ઠલદાસ ગીરીધરલાલ પારેખ, સ્વ. દિવાળીબેનના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
મૂળગામ દિહોર નિવાસી હાલ બોરીવલી અ.સૌ. ગીતાબેન તથા રમેશભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદીના પુત્રવધૂ તથા વિપુલભાઈના ધર્મપત્ની અ.સૌ. નિકિતા ત્રિવેદી (ઉં.વ. ૪૨) ૩૦/૯/૨૪ના રામશરણ પામેલ છે. તે દિયા તથા જીયાના માતુશ્રી. કાજલ શૈલેષભાઇ ત્રિવેદીના દેરાણી. પિયરપક્ષે અમદાવાદવાળા સ્વ. જયશ્રીબેન તથા પ્રકાશભાઈ રામચંદ્ર ત્રિવેદીના દીકરી. પ્રાર્થનાસભા ૩/૧૦/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
હાલાઈ લોહાણા
મુળગામ દ્વારકા હાલ થાણા નિવાસી કલ્પેશ માવાણી (ઉં.વ. ૪૯) સોમવાર, તા. ૩૦/૯/૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હરકિશનદાસ ગોરધનદાસ માવાણી અને ગં.સ્વ. જયાબેન માવાણીના પુત્ર. વર્ષાના પતિ. ધરા અને જીતના પિતા. છાયા પરાગ કક્કડ, સ્વ. અજયના ભાઈ. મીનાના દેર. ગં.સ્વ. શ્રધ્ધા અને સ્વ. શ્રીપાદ વિનાયક વૈદ્યના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ છે.
કપોળ વૈષ્ણવ
રાજુલાવાળા હાલ કાંદીવલી, સ્વ. હીરાલક્ષ્મી ચંપકલાલ પારેખના પુત્ર સ્વ. પ્રકાશભાઈના પત્ની ગં.સ્વ. તરુલત્તા (ઉં.વ. ૭૧) ૩૦/૯/૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. તે સોનલ, હેમાંગ, હેતલના માતુશ્રી. ચંદ્રેશ, હર્ષ, બિંદિયાના સાસુ. ચારુબેન, પ્રતિમાબેન (પ્રીતિ), સરોજબેન, પંકજભાઈ, હિતેશભાઈના ભાભી. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. બાબુભાઇ અમીદાસ વોરાના દીકરી, પ્રાર્થનાસભા ૩/૧૦/૨૪ ગુરુવારના ૫ થી ૭ સનરાઈઝ પાર્ટી હોલ, આનંદીબાઈ કોલેજની બાજુમાં, સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.