સ્પેશિયલ ફિચર્સ

તમને પણ WhatsApp પર આવ્યો છે આવો મેસેજ? સાચવજો નહીંતર Bank Account…

વોટ્સએપ (WhatsApp)એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન બની ગઈ છે. આ વોટ્સએપ દૂર રહેતાં બે વ્યક્તિને જોડવાનું કામ કરે છે એ જ રીતે ઘણી વખત મુશ્કેલીનું કારણ પણ બને છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપના આજના સમયમાં સ્કેમર્સ વોટ્સેએપ પર પણ જાત જાતના સ્કેમ કરતાં હોય છે અને એમાંથી હાલમાં જોબ સ્કેમના કિસ્સામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સ્કેમમાં વોટ્સએપ યુઝર્સને ઓછું કામ કરીને વધારે પગાર મેળવવાની લાલચ આપવામાં આવે છે, આવી લાલચ આપીને યુઝર્સ પાસેથી તેમની પર્સનલ માહિતી એકાઉન્ટ ખાલી કરવામાં આવે છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો સાવધ રહો.

આ પણ વાંચો :WhatsApp પર સ્ટેટસ મૂકો છો? જાણી લો આ કામની માહિતી, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આજકાલ વોટ્સએપ પર અનેક મેસેજ અને લિંક્સ આવતા હોય છે. આમાંથી કેટલીક લિંક ફ્રોડ અને સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવે છે. જો તમે વિચાર્યા વગર વોટ્સએપ પર મળેલા નંબર અથવા લિંક પર ક્લિક કરો છો, તો તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જ એક સ્કેમ છે વોટ્સએપ પર જોબ સ્કેમ. આ સ્કેમ વિશે તમે પણ અનેક વખત સાંભળ્યું હશે, આ સ્કેમમાં ઓછા કામ અને વધુ પગારની લાલચ આપવામાં આવે છે. યુઝર્સ પાસેથી તેમની પર્સનલ ઈન્ફોર્મેશન માંગીને બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવે છે.

જોબ સ્કેમમાં સ્કેમર્સ યુઝર્સને વોટ્સએપ પર એકદમ આકર્ષક નોકરીની ઓફર મોકલવામાં આવે છે અને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં જ જ મોબાઈલમાં રહેલો તમામ ડેટા બીજી સિસ્ટમ કે મોબાઈલમાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યાર બાદ સ્કેમર્સ દ્વારા એક જોબ ફોર્મ મોકલવામાં આવે છે અને જેવું યુઝર્સ આ ફોર્મ ભરીને તેને સબમિટ કરે છે, એટલે તમારી પર્સનલ ડિટેઈલ્સ સ્કેમર્સ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત જોબનો પગાર આપવા માટે બેંક ડિટેલ્સ પણ માંગવામાં આવે છે અને કોઈ લિંક મોકલાવીને ઓટીપી પણ માંગે છે.

આ પણ વાંચો :WhatsAppમાં હવે મનપસંદ સેલિબ્રિટી સાથે થશે વાત, મેટા લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર

સાયબર સેલ દ્વારા યુઝર્સને પોતાની પર્સનલ ડિટેલ્સ શેર ન કરવા અને આવા સ્કેમર્સથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તમે પણ જો વોટ્સએપ પર આવેલા મેસેજ અને લિંક્સ પર આડેધડ ક્લિક કરતાં હોવ તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત