આમચી મુંબઈ

રોક શકો તો રોક લોઃ બેસ્ટની Bus પકડવા માટે જોઈ લો મુંબઈગરાઓની રઝળપાટ…

મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈની સૌથી મોટી હાડમારી લોકલ ટ્રેનનો પ્રવાસ છે, જ્યારે બીજા ક્રમે મુંબઈની લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસમાં પણ ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે ક્યારેક મુશ્કેલીજનક પુરવાર થાય છે.

ક્યારેક અચાનક લાગતી બસમાં આગ હોય કે રસ્તા પરના અકસ્માત કે પછી ક્યારેક પ્રવાસીઓને બસ પકડવા માટે લાઈન લગાવવી વાત જ કેમ ના હોય. મુંબઈના સૌથી વ્યસ્ત બસ સ્ટેન્ડ પૈકી સીએસએમટી, મંત્રાલય હોય કે કુર્લા, બાંદ્રા, ઘાટકોપરમાં પણ લોકોને મથામણ કરવી પડતી હોય છે. તાજેતરમાં કુર્લામાં બેસ્ટની બસ પકડવા માટે સેંકડો લોકો લાઈનમાં જોવા મળ્યા હતા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ મુંબઈગરાની હાલાકી અંગે આશ્ચર્ય સાથે દુખ પણ વ્યક્ત કર્યું હતું.



ગણતરીના કલાકોમાં સેંકડો લોકોએ વાઈરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી, જ્યારે અનેક લોકો એના વિકલ્પની અજમાઈશ કરવાની અપીલ કરી હતી. વાઈરલ વીડિયોમાં અનેક લોકો પોતાના ડેસ્ટિનેશન પહોંચવા માટે બેસ્ટની બસ રાહ જોતા જોવા મળ્યા હતા, જેમાં 45 સેકન્ડના વીડિયોમાં લોકો લાઈનમાં ઊભા રહ્યા છે.

પહેલાથી લઈને છેલ્લી સેકન્ડ સુધી લોકો લાઈનમાં ઊભા રહેલા છે, પરંતુ આ લાઈનનો અંત આવતો નથી. કુર્લા જ નહીં, પરંતુ મુંબઈમાં અનેક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા પ્રવાસીઓને પીક અવરમાં મુશ્કેલી પડે છે, ક્યારેક કલાકો સુધી બસની રાહ જોવામાં નીકળી જાય છે, પરંતુ એનો અંત આવતો નથી.

એક યૂઝરે લખ્યું હતું કે કુર્લાથી બાંદ્રા જવા માટે પોડ ટેક્સીના બદલે સરકારે બેસ્ટની 100 બસ દોડાવવી જોઈએ તો બીજા યૂઝરે કહ્યું હતું કે આ ટ્રેજડી છે. ચોમાસા દરમિયાન દરેક વખત પ્રવાસીઓને અગવડ પડે છે, પરંતુ પ્રશાસન આંખ આડા કાન કરે છે. આ મુદ્દે બેસ્ટ પ્રશાસને યોગ્ય પગલાં ભરવા જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત