આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌરશરદૠતુ), બુધવાર, તા. ૨-૧૦-૨૦૨૪, દર્શ અમાસ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ,
ભારતીય દિનાંક ૧૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૯મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બપોરે ક. ૧૨-૨૨ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૧, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૬, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૪૪, મધ્યરાત્રે ક. ૦૦-૦૬ (તા. ૩)
ઓટ: સાંજે ક. ૧૭-૪૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૦ (તા. ૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – અમાવસ્યા. સર્વપિતૃ અમાસ, દર્શ અમાસ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ, મહાલય સમાપ્તિ, ગજછાયા પર્વ ક. ૧૨-૨૨થી સૂર્યાસ્ત, અન્વાધાન, મહાત્મા ગાંધી જયંતી, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (મુંબઈ-ભારતમાં દેખાવાનું નથી.) સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-સૂર્ય-બુધ ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, અર્યંમા પૂજન, ભગવાન સૂર્યનારાયણને જળ અને જુઈના પુષ્પનું અર્ઘ્ય પ્રદાન કરવું. પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, શિવ-પાર્વતી પૂજા, રુદ્રાભિષેક શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સમાજ ઉપયોગી જરૂરતમંદને ઉપયોગી થવું. ગૌ સેવા, જીવસેવા, રાષ્ટ્ર સેવાનો મહિમા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તીર્થયાત્રાનો મહિમા.
શ્રાદ્ધ પર્વ: પૂનમ, અમાસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજરોજ કરવું તથા ભુલાઈ ગયેલ તિથિ શ્રાદ્ધ આજે કરવું, આમ જેની તિથિ પ્રાપ્ત નથી તથા શ્રાદ્ધ પર્વમાં ન થયેલ શ્રાદ્ધ આજ રોજ કરવું. અમાસનું શ્રાદ્ધ સર્વપિતૃઓ માટે શ્રેષ્ઠ છે. સુખી થવા માટે શ્રાદ્ધ બ્રાહ્મણ દ્વારા સવિસ્તર યોગ્ય દક્ષિણા સહિત, દાન સહિત અવશ્ય કરવું. આજ રોજ તીર્થમાં પ્રાયશ્ર્ચિત્ત સ્નાન કરવું, સ્નાન સમયે સૂર્ય, ૠષિ, પિતૃતર્પણ કરવું.
સાધુ-સંતો, બ્રાહ્મણો ભોજનનો મહિમા છે. શ્રાદ્ધ પર્વ ભાદ્રપદ પૂરતું સીમિત નથી. વર્ષમાં જે માસ અને તિથિ આવે તે શ્રાદ્ધ, તીર્થશ્રાદ્ધ, તર્પણ, સંક્રાંતિનું શ્રાદ્ધ તથા નિત્ય સંધ્યા કર્મમાં તર્પણ શ્રાદ્ધ દરેક વર્ણ માટે મહિમા ધરાવે છે. કુટુંબના સભ્યના મૃત્યુ પછી કુટુંબીજનોની દિવંગતનું શ્રાદ્ધ કરવાની સનાતન ધર્મ અનુસાર ફરજ છે.
આચમન: મંગળ-બુધ ત્રિકોણ કાર્યરત, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ જ્ઞાનતંતુ પર બોજો આવે, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીતપ્રિય, ચંદ્ર-સૂર્ય યુતિ અધ્યાત્મમાં રુચિ.
ખગોળ જ્યોતિષ: મંગળ-બુધ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૩), ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ (તા. ૩), ચંદ્ર-સૂર્ય યુતિ (ભાદ્રપદ અમાસ યોગ) (તા. ૩)
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.