મનોરંજન

પતિ સાથે ડિવોર્સ બાદ હવે આ એક્ટ્રેસનું નામ જોડાયું Salman Khan સાથે?

બોલીવૂડની બ્યુટીફૂલ રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર (Urmila Matondkar) હમણાં ડિવોર્સની અફવાઓને કારણે લાઈમલાઈટમાં છે અને ડિવોર્સ બાદ એક્ટ્રેસનું નામ સલમાન ખાન (Salman Khan) સાથે અહં… સલમાન ખાનના શો બિગ બોસ (Bigg Boss) સાથે જોડાયું છે. ચાલો જોઈએ શું છે આખો મામલો…

આ પણ વાંચો :ગોવિંદાને ગોળી વાગી તો દુશ્મની ભૂલાવી પહોંચી ગઇ કાશ્મીરા શાહ

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉર્મિલા ટૂંક સમયમાં જ ફિલ્મ બિગ બોસ-18માં જોવા મળશે. ટીમ આ માટે ઉર્મિલા સાથે વાત કરી રહી છે. અહીંયા તમારી જાણ માટે કે ઉર્મિલા અને સલમાન વચ્ચે સ્ટ્રોન્ગ બોન્ડ છે અને બંનેએ 1999માં ફિલ્મ જાનમ સમજા કરોમાં સાથે કામ કર્યું હતું. હાલમાં ઉર્મિલા પોતાના ડિવોર્સના સમાચારને કારણે લાઈમલાઈટમાં આવી હતી.

થોડાક દિવસ પહેલાં જ એવા સમાચાર સાંભળવા મળ્યા હતા કે ઉર્મિલાએ મુંબઈની કોર્ટમાં ડિવોર્સની અરજી કરી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે ઉર્મિલા અને મોહસિન અખ્તરના આ ડિવોર્સ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી નથી થયા. જોકે, આ મામલે ઉર્મિલા કે મોહસીન દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.

આ પણ વાંચો :સાઉથ સુપર સ્ટાર Rajinikanth ને હોસ્પિટલમાં દાખલ કરાયા

પરંતુ હવે એવી ચર્ચા ચાલી રહી છે કે ઉર્મિલા માતોંડકર સલમાન ખાનના રિયાલિટી ટીવી બિગ બોસમાં ભાગ લેશે, આ માટે બિગ બોસના મેકર્સ ઉર્મિલા સાથે વાત કરી રહ્યા છે. ઉર્મિલા સિવાય શિલ્પા શિરોડકર અને શાંતિપ્રિયાનું નામ પણ બિગ બોસ સાથે જોડાઈ રહ્યું છે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ઉર્મિલા સાથે આ બે જણ પણ શોમાં જોવા મળશે. જોકે, આ બાબતે પણ સલમાન કે ત્રણેય સેલેબ્સ દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button