આમચી મુંબઈ

ભાજપ બાદ શિંદેની શિવસેના માટે બીએમસી મુખ્યાલયના દરવાજા ખૂલ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ઉપનગરના પાલક પ્રધાનને મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં ઑફિસ આપ્યા બાદ હવે શહેરના પાલકપ્રધાન દીપક કેસરકરને પણ પાલિકા મુખ્યાલયમાં ઑફિસ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેથી હવે ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો બાદ એકનાથ શિંદની શિવસેનામાં સાથે રહેલા ભૂતપૂર્વ નગરસેવકો માટે પણ મુખ્યાલયના દરવાજા ખુલી ગયા છે.

શિવસેનામાં બળવો થયા બાદ તેના બે ફાંટા થયા બાદ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં આવેલી રાજકીય પક્ષોની ઑફિસ પર કબજો લેવા માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શિંદેની શિવસેના વચ્ચે મોટા પ્રમાણમાં હાથાપાયી થઈ હોવાનું કહેવાય છે. આ બનાવ બાદ પાલિકાના કમિશનર પ્રશાસક ઈકબાલસિંહ ચહલે પાલિકાના મુખ્યાલયમાં રાજકીય પક્ષોને આપવામાં આવેલી ઑફિસને ટાળા મારી દીધા હતા. તેને કારણે નાના-મોટા કામ માટે મુખ્યાલયમાં આવતા ભૂતપૂર્વ નગરસેવકો સહિત પક્ષના કાર્યકર્તાઓને બેસવા માટે જગ્યા રહી નહોતી, તેના સામે ભારે વિરોધ પણ થયો હતો. જોકે કમિશનરે તેને મચક આપી નહોતી.

આ દરમિયાન ઉપનગરના પાલકપ્રધાન મંગલપ્રભાત લોઢાને પાલિકા મુખ્યાલયમાં બેસવા માટે જગ્યાની માગણી કરી હતી, તેની સામે ભારે વિરોધ થયા હતો. છતાં તેમને મુખ્યાલયમાં ઑફિસ આપી દેવામાં આવી હતી. તેને કારણે ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો અને પક્ષના કાર્યકર્તાઓને ફરી મુખ્યાલયમાં આવતા થયા હતા. ભાજપના નેતાને ઑફિસ આપવા સામે કૉંગ્રેસે ભારે વિરોધ કર્યો હોવા બાદ પણ તેમને ઑફિસ ફાળવી દેવામાં આવી હતી. તેથી કૉંગ્રેસે પણ આઝાદ મેદાનમાં અને પાલિકાના મુખ્યાલય સામે આવેલી મહારાષ્ટ્ર કૉંગ્રેસ કમિટિની ઑફિસમાં ભૂતપૂર્વ નગરસેવકો માટે અલગથી જગ્યા ફાળવી આપી હતી.

શિંદે ગ્રૂપની શિવસેનાના દીપક કેસરકર તેમને પાલિકા મુખ્યાલયમાં ઑફિસની આવશ્યકતા નથી એવો સતત દાવો કરી રહ્યા હતા, જોકે ભાજપ બાદ આખરે દીપક કેસરકરે પણ પાલિકા મુખ્યાલયમાં ઑફિસ મેળવી લીધી છે. કેસરકરને પાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષની ઑફિસ ફાળવવામાં આવી છે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button