નેશનલ

મોટી દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા કેરળના ગવર્નર, શાલમાં લાગી આગ

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન આજે એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા હતા. તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવા પલક્કડ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન દીવો પ્રગટાવતી વખતે તેમની શાલમાં આગ લાગી હતી. સદભાગ્યે, નજીકમાં ઉભેલી વ્યક્તિએ સમયસર શાલમાં આગ જોઇ લેધી હતી અને તેને બુઝાવી દીધી હતી, જેથી તેઓ બચી ગયા હતા.

આ ઘટના બાદ ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે તેમને કંઈ થયું નથી, તેઓ સુરક્ષિત છે. ગવર્નર આરિફ મોહમ્મદ ખાન પલક્કડના અકાથેથારાના સબરી આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન તેમની શાલમાં અકસ્માતે આગ લાગી ગઈ હતી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે અત્રેના શબરી આશ્રમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યપાલ આવ્યા હતા. સમાપન સમારોહમાં દીપ પ્રગટાવવા માટે ઝૂક્યા કે તરત જ તેમની શાલમાં આગ લાગી ગઈ હતી. નજીકમાં ઊભેલા વ્યક્તિએ આગને જોતા જ તેણે તરત જ રાજ્યપાલના ખભા પરથી શાલને ખેંચી લીધી હતી અને હાથેથી શાલમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇને ઇજા નથી થઇ.

આ ઘટના બાદ આરિફ ખાને જણાવ્યું હતું કે તેઓ ઠીક છે. તેઓ કાર્યક્રમ છોડીને નીકળી નહોતા ગયા. તેમણે સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી અને કાર્યક્રમ પૂરો થયા બાદ વિદાય લીધી હતી. ગવર્નર ખાને મહાત્મા ગાંધીની તસવીરને ફૂલ અર્પણ કર્યા પછી પોટ્રેટની બાજુમાં દીવો પ્રગટાવવા તરફ વળ્યા ત્યારે તેમની શાલમાં અજાણતા જ આગ લાગી ગઇ હતી. તેમની બાજુમાં ઊભેલા આયોજકોએ આગની જ્વાળાઓ જોઇ અને તેને તરત જ ઓલવી નાખી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત