મુંબઈને મળશે વધારાની 1000 મેગાવોટ વીજળી
મુંબઈ: અદાણી એનર્જી સોલ્યુશન્સે 400 કેવી(કિલો વોટ) નેશનલ ગ્રિડ ઈંટિગ્રેટેડ લાઈન એટલે કે ખારઘર-વિક્રોલી ટ્રાંસમિશન લાઈન (કેવીટીએલ) શરૂ કરી દીધી છે. આને કારણે મુંબઈ શહેરને 1000 મેગા વોટ વધારાની વીજળી મળી શકશે અને આ નવી લાઈન શહેરની વધતી જતી વીજળીની માગને પૂરી કરવામાં સક્ષમ થશે. આ પ્રોજેક્ટ મુંબઈ માટે મહત્ત્વનો છે. આનું કારણ જો ટ્રાન્સમિશન પાંખ છે એ શહેરમાં વીજળીના સંક્રમણ માટે પર્યાપ્ત નથી. કંપનીની ઊર્જા સમાધાન, ટ્રાન્સમિશન અને વિતરણ કંપની છે. અત્રે ઉલ્લેખનીય છેકે ગત વર્ષોમાં મુંબઈમાં વીજળીની ભારે માગને કારણે બે વાર ગ્રિડ નિષ્ફળ થયું હતું. પહેલું, 27મી ફેબ્રુઆરી, 2022ના રોજ અને બીજું 12 ઓક્ટોબર, 2020ના રોજ ગ્રિડમાં મુશ્કેલી થઇ હતી. આને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળીપુરવઠો ઠપ થઇ ગયો હતો.કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખારઘર-વિક્રોલી લાઈન વીજળી ટ્રાંસમિશનને વિશ્વસનીય બનાવશે અને મુંબઈ શહેરમાં વધારાની 1000 મેગાવોટ વીજળી લાવશે. આ પ્રોજેક્ટ નવી મુંબઈના ખારઘર ક્ષેત્રમાંથી શહેરી સ્થાનોથી પસાર થાય છે અને મુંબઈ શહેરના વિક્રોલીમાં સમાપ્ત થશે. આ પ્રોજેક્ટ શરૂ થવાની સાથે મુંબઈને તેના પાલિકા ક્ષેત્રમાં 400 કેવી ગ્રિડ મળવા લાગશે, જેનાથી વીજળી ગ્રિડની વધુ આયાત ક્ષમતા મળશે.