નેશનલ

ગૌમૂત્ર પીધા બાદ જ લોકોને ગરબામાં એન્ટ્રી મળે! ભાજપના નેતાની આજીબ માંગ

ઇન્દોર: નવરાત્રી શરુ થવાને આડે હવે બે દિવસ જ બચ્યા છે, એ પહેલા ઇન્દોર ભાજપ (Indore BJP)ના નેતા એ એક આજીબ પ્રકારની માંગણી કરી છે. ઈન્દોર જિલ્લાના ભાજપ અધ્યક્ષ ચિન્ટુ વર્મા (Chintu Verma) એક નિવેદનમાં માંગ કરી કે નવરાત્રિ દરમિયાન આયોજિત ગરબા ઇવેન્ટમાં ગૌમૂત્ર પીધા પછી જ લોકોને પ્રવેશ આપવો જોઈએ. ચિન્ટુ વર્માએ કહ્યું છે કે કોઈ પણ હિંદુ ગૌમૂત્ર પીવાની ના પાડી શકે નહીં.

નોંધનીય છે કે દર વર્ષે બજરંગ દળ જેવા હિંદુત્વવાદી જૂથો ગરબા ઇવેન્ટમાં નોન-હિંદુને ગરબા રમવા જતાં અટકવવાની માંગ કરતા હોય છે. ઘણી વાર હિંદુત્વવાદી જૂથોના સભ્યો મારપીટ પર ઉતરી જતા હોય છે. એવામાં ભાજપના નેતાએ આવી માંગણી કરતા વિવાદ ઉભો થયો છે.

ભાજપના જિલ્લા પ્રમુખ ચિન્ટુ વર્માએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે સનાતન ધર્મમાં આચમનનું વિશેષ મહત્વ છે. હિંદુ રીતિ-રિવાજો અનુસાર, કોઈપણ ધાર્મિક વિધિ શરૂ કરતા પહેલા, મંત્ર જાપ કરતી વખતે, શુદ્ધિકરણ માટે હાથમાં થોડું પાણી લેવું પડે છે, તેને આચમન કહેવામાં આવે છે.

aa પણ વાંચો : વિશેષ: આરાધના ને અધ્યાત્મનો અવસર છે નવલી નવરાત્રી

ચિન્ટુ વર્માએ કહ્યું કે આધાર કાર્ડ એડિટ કરી શકાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ હિંદુ હોય તો તે ગૌમૂત્રને પીવાનો ઇનકાર નહીં કરે, જે કોઈ ગૌમૂત્ર પીવે તેને જ પ્રવેશ મળવો જોઈએ.

કોંગ્રેસે ભાજપના નેતાના નિવેદનની ટીકા કરી છે અને તેને ધ્રુવીકરણનો પ્રયાસ ગણાવ્યો છે. ચિન્ટુ વર્માના નિવેદનના જવાબમાં, કોંગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું કે ભાજપના નેતાઓ ગૌશાળાની અત્યંત ખરાબ સ્થિતિ પર મૌન છે અને ગરબામાં પ્રવેશના મુદ્દા પર રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શુક્લાએ કહ્યું કે ભાજપના નેતાઓ પહેલા પોતે ગૌમૂત્ર પીવે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે.

ગયા વર્ષે પણ મધ્યપ્રદેશમાં નવરાત્રિ દરમિયાન ઘણી જગ્યાએ ગરબા પંડાલમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, ગરબા પંડાલોમાં બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને ઘણી જગ્યાએથી અહેવાલો આવ્યા હતા કે લોકોને તિલક લગાવ્યા પછી, આધાર કાર્ડ જોઈને અને તેમના હાથ પર કાલવ બાંધ્યા પછી જ એન્ટ્રી આપવામાં આવી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત