મુંબઈ : સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)આજે વધારો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જવલેરી એસોસીએશન (IBJA)ના દરો અનુસાર આજે 24 કેરેટ સોનાનો ભાવ 75397 રૂપિયા પર પહોંચ્યો છે. સોમવારના બંધ ભાવ રુપિયા 90238ની સરખામણીમાં આજે ચાંદી રુપિયા 838 વધીને રુપિયા 90758 પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી.સોના અને ચાંદીના આ દર IBJA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આના પર કોઈ GST અને જ્વેલરી મેકિંગ ચાર્જ નથી. જો કે દરેક શહેરમાં સોના- ચાંદીન ભાવમાં આ સિવાય રુપિયા 1000 થી 2000નો તફાવત હોય છે.
14 થી 23 કેરેટ સોનાના ભાવ
આજે 23 કેરેટ સોનાનો ભાવ 199 રૂપિયા મોંઘો થયો છે અને 10 ગ્રામ દીઠ રુપિયા 75095 પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનું 183 રૂપિયાના વધારા સાથે 69064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આજે 18 કેરેટ સોનાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે અને તે 56548 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે ખુલ્યો છે. જયારે 14 કેરેટ સોનાનોભાવ આજે 117 રૂપિયા વધીને 44107 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
GST સહિત સોના-ચાંદીના દર
24 કેરેટ સોનાનો ભાવ GST સાથે હવે 77658 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જેમાં 2261 રૂપિયાનો GST સામેલ છે. તે જ સમયે, જીએસટી સાથે 23 કેરેટ સોનાનો ભાવ 77347 રૂપિયા છે. 3 ટકા GST મુજબ તેમાં 2252 રૂપિયા વધુ ચુકવવા પડશે . જો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો GST સાથે ભાવ 71135 રૂપિયા પર પહોંચી ગયો છે. આમાં GSTના 2071 રૂપિયા ઉમેરવામાં આવ્યા છે.
18 કેરેટ સોનાનો ભાવ હવે 1696 રૂપિયાના જીએસટી સાથે 58244 રૂપિયા થયો છે. જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલર્સનો નફો હજુ આમાં સામેલ નથી. જીએસટી સહિત એક કિલો ચાંદીનો ભાવ રુપિયા 92945 પર પહોંચી ગયો છે.
Also Read –