દિલ્હી પોલીસે સોનમ વાંગચુકની અટકાયત કરી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા
દિલ્હી: લદાખમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક(Sonam Wangchuk)ની દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડરથી અટકાયત કરી છે. સોનમ વાંગચુક કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે સર્મથકો સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા.
તેઓ 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ સાથે સિંદુ બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે સમર્થકો સાથે તેમની અટકાયત કરવામાં આવી. તેઓ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લેવાના હતાં. સિંઘુ સરહદ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કલમ 163 લાગૂ હોવા છતાં લોકો એકસાથે દિલ્હીની સરહદોમાં પ્રવેશી રહ્યા હતા. વાંગચુક સહિત કેટલાક પ્રદર્શનકારીઓમેં દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
અટકાયત થયા બાદ વાંગચુકે X પર પોસ્ટ કર્યું કે, ‘મને 150 પદયાત્રીઓ સાથે અટકાયતમાં લેવામાં આવ્યો છે. દિલ્હી બોર્ડર પર 100 પોલીસ છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે 1000 પોલીસ છે. 80 વર્ષથી વધુ ઉંમરના ઘણા વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ અને ઘણા આર્મી વેટરન્સ પણ સાથે છે. અમને ખબર નથી કે આગળ શું થશે. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં બાપુની સમાધિ તરફ સૌથી શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા.”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોનમ વાંગચુકની અટકાયતના મામલા અંગે પ્રતિક્રિયા આપી છે. રાહુલે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘પર્યાવરણ અને બંધારણીય અધિકારો માટે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહેલા સોનમ વાંગચુક જી અને સેંકડો લદ્દાખીઓની અટકાયત સ્વીકાર્ય નથી. લદ્દાખના ભવિષ્ય માટે ઉભા રહેલા વડીલોની દિલ્હી બોર્ડર પર કેમ અટકાયતમાં આવી? મોદીજી, ખેડૂતોની જેમ આ ચક્રવ્યૂહ પણ તૂટી જશે અને તમારો અહંકાર પણ તૂટી જશે. તમારે લદ્દાખનો અવાજ સાંભળવો પડશે.
Also Read –