નેશનલ

Kolkata Case: સુરક્ષાની માગ સાથે ફરી એક વાર ડૉક્ટરો હડતાળ પર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ તમામ તબીબી સંસ્થાઓમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સહિતની વિવિધ માંગણીઓ પર રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે મંગળવારે ફરીથી અનિશ્ચિત સમય માટે કામ પર હડતાલ પાડી હતી.

જુનિયર ડોકટરો 42 દિવસના વિરોધ બાદ 21 સપ્ટેમ્બરના રોજ સરકારી હોસ્પિટલોમાં આંશિક રીતે તેમની ફરજો પર પાછા ફર્યા હતા. ઓપીડી સેવાઓ બંધ હતી અને માત્ર ઇમરજન્સી સેવાઓ ફરીથી ચાલુ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં 9 ઓગસ્ટના રોજ ડૉક્ટરોએ કામ બંધ કરી દીધું હતું.

વિરોધ કરી રહેલા ડોકટરોમાં સામેલ અનિકેત મહતોએ જણાવ્યું હતું કે, “અમને અમારી સુરક્ષાની માંગણીઓ પૂરી કરવા માટે રાજ્ય સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ દેખાતું નથી. આજે વિરોધનો 52મો દિવસ છે અને હજુ પણ અમારા પર હુમલા થઈ રહ્યા છે અને મુખ્ય પ્રધાન મમતા બેનરજી સાથેની બેઠકો દરમિયાન આપેલા અન્ય વચનો પૂરા કરવાના કોઈ પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. વર્તમાન પરિસ્થિતિમાં અમારી પાસે આજથી કામ સંપૂર્ણપણે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી રાજ્ય સરકાર આ માંગણીઓ પર સ્પષ્ટ પગલાં નહીં લે ત્યાં સુધી કામ સંપૂર્ણપણે બંધ રહેશે.”

આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની ટ્રેઇની મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના વિરોધમાં રાજ્યભરના ડૉક્ટરો 9 ઑગસ્ટથી હડતાળ પર હતા.

દરમિયાન રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સરકારી હૉસ્પિટલોમાં ડૉક્ટરોની સલામતી મજબૂત કરવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં પરિણામો જોવા મળશે. આંદોલનકારી જુનિયર ડૉક્ટરોએ અધીરા ન થવું જોઈએ.

નોંધનીય છે કે કોર્ટે મેડિકલ કોલેજોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને શૌચાલય અને અલગ આરામ ખંડના નિર્માણમાં ધીમી ગતિએ થઇ રહેલા કામ સામે પ. બંગાળની સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને રાજ્યને 15 ઓક્ટોબર સુધીમાં ચાલુ કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો