સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર ,27મી ઓકટોબરથી Rajkot થી ગોવાની ડેઈલી ફ્લાઈટ મળશે

રાજકોટઃ દિવાળી અને નાતાલ તહેવારોમાં સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓને હવાઈ માર્ગે ગોવા આવવુ-જવું સરળ બની રહેશે. તહેવારોની રજાઓને લક્ષમાં લઈ એરલાઈન્સ કંપનીઓ પર્યટનોની સુવિધા માટે ઈન્ડિગો એરલાઈન્સ કંપની રાજકોટ-ગોવા (Rajkot)વચ્ચે ડેઈલી ફલાઈટનું સંચાલન કરશે. આગામી 27મી ઓકટોબરથી 29મી માર્ચ સુધીના વિન્ટર શિડયુલમાં રાજકોટ-ગોવા ડેઈલી ફલાઈટ ઉડશે.
વિન્ટર શિડયુલમાં આ ફલાઈટ હવે ડેઈલી ઉડશે
હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ રાજકોટ-ગોવા વચ્ચે સપ્તાહમાં ત્રણ દિવસ ફલાઈટ ઉડે છે. ઈન્ડિગો એરલાઈન્સ કંપની અઠવાડિયામાં દર મંગળ, ગુરૂ, શનિવારે રાજકોટ-ગોવાની સીધી હવાઈ સેવા પૂરી પાડે છે. વિન્ટર શિડયુલમાં આ ફલાઈટ હવે ડેઈલી ઉડશે.
બીજી તરફ વિન્ટર શિડયુલમાં સ્ટાર એર કંપની પણ રાજકોટથી અમદાવાદ અને વડોદરાની હવાઈ સેવા પુરી પાડવા તત્પરતા દાખવી છે. એરપોર્ટ ઓથોરીટીની મંજુરી મળતા રાજકોટથી અમદાવાદ અને વડોદરા હવાઈ માર્ગે જવા આવવાની સરળતા રહેશે.
Also Read –