વેપાર

ચાંદીએ ૧૧૧૩ના કડાકા સાથે ૯૦,૫૦૦ની સપાટી ગુમાવી, સોનું ઝાંખું પડ્યું

મુંબઇ: બુલિયન બજારમાં સોમવારે મંદીનો વાયરો ફૂંકાયો હતો, જેમાં ચાંદી રૂ. ૨૦૪૮ના તોતિંગ કડાકા સાથે ૮૯,૫૦૦ની સપાટી નીચે ધુસી ગઇ હતી. સોનામાં પણ નોંધપાત્ર પીછેહઠ જોવા મળી હતી. શુદ્ધ સોનાએ રૂ. ૭૫,૨૦૦ની અને સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. ૭૫,૦૦૦ની સપાટી ગુમાવી છે. સોનાચાંદી માટે આગેકૂચના ઘણા કારણો એકત્ર થયાં હોવા છતાં વધુ પડતા ઊંચા ભાવે લેવાલીનો પર્યાપ્ત ટેકો ના મળવાને કારણે સોમવારે પ્રારંભિક સત્રમાં બંને કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૯૯૯ ટચનું શુદ્ધ સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫૬૪૦ના પાછલા બંધ સામે રૂ. ૭૫૫૮૪ની નીચી સપાટીએ ખૂલ્યું હતું. એ જ રીતે. ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૭૫૩૩૭ના પાછલા બંધ સામે રૂ. ૭૫,૨૮૧ની સપાટીએ અને .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૯૧,૪૪૮ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૯૦,૫૦૦ની સપાટી પણ ગુમાવીને રૂ. ૯૦,૩૫૫ની સપાટીએ ખૂલી હતી. આમ સોનામાં ખૂલતા સત્રમાં દસ ગ્રામે રૂ. ૫૬નો ઘટાડો અને ચાંદીમાં કિલોદીઠ રૂ. ૧૧૧૩નો કડાકો નોંધાયો હતો. દેશાવરોમાં ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ ૭૮,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર રહ્યો હતો. સતત નવ દિવસની આગેકૂચ બાદ શુક્રવારે સોનું ૭૮,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું.

જોકે, ચાંદી રૂ. ૨,૦૦૦ ઘટીને રૂ. ૯૨,૫૦૦ પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થઇ હતી, જેના કારણે સોમવારે સ્થાનિક બજારોમાં ત્રણ દિવસની આગેકૂચને બ્રેક લાગી હતી. નવી દિલ્હી ખાતે પાછલા શુક્રવારે ચાંદી રૂ. ૯૪,૫૦૦ પ્રતિ કિલોના સ્તરે બંધ રહી હતી. જિયો પોલિટિકલ ઇશ્યુ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. યુરોપીયન સેન્ટ્રલ બેન્ક, ફેડરલ રિઝર્વ બાદ ચીને પણ વ્યાજદરમાં ઘટાડો આપ્યો છે. રેટકટની સાથે અર્થતંત્રને વેગ આપવા માટે સરેરાશ અલગ-અલગ એક ટ્રિલિયન યુઆનનું સ્ટીમ્યુલસ પેકેજ રજૂ કર્યું છે જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીને મજબૂત સપોર્ટ મળ્યો છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા