સ્પોર્ટસ

IND VS BAN: બાંગ્લાદેશ સામે ભારતે રચ્યો ઇતિહાસ, જાણો આજે શું કર્યું?

કાનપુર: બાંગ્લાદેશ સામેની વરસાદથી પ્રભાવિત બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે સોમવારે ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી. ભારતીય ટીમ ટેસ્ટમાં સૌથી ઝડપી 50, 100 અને 200 રન કરનારી ટીમ બની હતી.
કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ભારતીય બેટ્સમેનોએ ટી-20 અંદાજમાં બેટિંગ કરી હતી. ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100, 200 અને 250 રન ફટકારનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ટેસ્ટ મેચમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ આ સૌથી ઝડપી 250 રન છે. ઈંગ્લેન્ડે 2022માં રાવલપિંડી ટેસ્ટમાં પાકિસ્તાન સામે 33.6 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ પહેલા ટીમે સૌથી ઝડપી 200 રન કરીને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું હતું. કાંગારૂઓએ 2017માં સિડની ટેસ્ટ દરમિયાન પાકિસ્તાન સામે 28.1 ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ ભારતે 24.4 ઓવરમાં 200નો આંકડો પાર કરી લીધો હતો.

આ દરમિયાન વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર હાજર હતા. આ પહેલા ટીમ ઈન્ડિયાએ સૌથી ઝડપી 150 રનનો રેકોર્ડ પણ સુધાર્યો હતો. ભારતે અગાઉ 2023માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 21.1 ઓવરમાં 150 રન કર્યા હતા.
બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે માત્ર ત્રણ ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. આ પછી ટીમે 10.1 ઓવરમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.

આ સાથે ઈંગ્લેન્ડે આ વર્ષે જૂલાઈમાં ટ્રેન્ટ બ્રિજ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે 4.2 ઓવરમાં ફટકારેલી ટીમની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે 11મી ઓવરમાં 100 રન પૂરા કરીને પોતાનો જ રેકોર્ડ સુધાર્યો હતો. 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પોર્ટ ઑફ સ્પેન ટેસ્ટમાં ભારતે 12.2 ઓવરમાં સૌથી ઝડપી ટીમ સદી ફટકારી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button