આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૧-૧૦-૨૦૨૪,
ચૌદસનું શ્રાદ્ધ, ભગવાન સૂર્યનારાયણની પૂજાનો મહિમા
ભારતીય દિનાંક ૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૮મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૦૯-૧૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૬-૦૧ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૦ અમદાવાદ ક. ૦૬ મિ. ૩૧, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૭, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૨૦, રાત્રે ક. ૨૩-૩૭
ઓટ: સાંજે ક. ૧૭-૨૦ મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૨ (તા. ૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ચતુર્દશી. ચૌદસનું શ્રાદ્ધ, અસ્ર, શસ્ર, અકસ્માતથી મરેલાનું શ્રાદ્ધ, વિષ્ટિ ક. ૦૮-૨૦ સુધી. સૂર્ય મહાનક્ષત્ર હસ્ત, વાહન મોર.
ઑક્ટોબર માસનાં સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં તા. ૧લી ઑક્ટોબરનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૦૫-૧૧, ચંદ્ર અસ્ત: ક. ૧૭-૧૧, બુધ ઉદય: ક. ૦૬-૨૮, બુધ અસ્ત: ક. ૧૮-૨૫, શુક્ર ઉદય: ક. ૦૮-૪૪, અસ્ત: ક. ૨૦-૦૩, મંગળ ઉદય: ક. ૦૦-૨૬, અસ્ત: ક. ૧૩-૩૬, ગુરુ ઉદય: ક. ૨૨-૪૫, અસ્ત: ક. ૧૧-૫૩. શનિ ઉદય: ક. ૧૭-૧૫, અસ્ત: ક. ૦૪-૫૦ (તા. ૧લીએ સૂર્યોદયના સમયે ક્ધયા રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મીન રાશિ લગ્ન ઉદિત થાય છે.
સૂર્ય પ્રારંભે હસ્ત નક્ષત્રમાં રહે છે. તા. ૧૦મીએ ચિત્રામાં, તા. ૨૪મીએ સ્વાતિમાં પ્રવેશે છે. મંગળ પ્રારંભે પુનર્વસુ નક્ષત્રમાં રહે છે. તા. ૨૮મીએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશે છે. મંગળ, તા. ૨૦મીએ મિથુનમાંથી કર્ક રાશિમાં પ્રવેશે છે. બુધ પ્રારંભે હસ્ત નક્ષત્રમાં રહે છે. તા. ૬ઠ્ઠીએ ચિત્રામાં, તા. ૧૪મીએ સ્વાતિમાં, તા. ૨૩મીએ વિશાખામાં પ્રવેશે છે. બુધ ક્ધયા રાશિમાંથી તા. ૧૦મીએ તુલામાં આવે છે. ગુરુ વૃષભ રાશિમાં તા. ૯મીએ સ્તંભી થઈ વક્રી થાય છે. ગુરુ, તા. ૨૬મીએ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશે છે. શુક્ર, પ્રારંભે સ્વાતિ નક્ષત્રમાં રહે છે. તા. ૫મીએ વિશાખામાં, તા. ૧૬મીએ અનુરાધામાં, તા. ૨૭મીએ જયેષ્ઠામાં પ્રવેશે છે. શુક્ર તા. ૧૩મીએ તુલામાંથી વૃશ્ર્ચિકમાં પ્રવેશે છે. શનિ સમગ્ર માસમાં કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. શનિ શતભિષા નક્ષત્રમાં રહે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. કેતુ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. હર્ષલ વૃષભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. નેપ્ચૂન મીન રાશિમાં વક્રીભ્રમણ કરે છે. પ્લુટો તા. ૧૨મીએ મકર રાશિમાં માર્ગી થાય છે.
શ્રાદ્ધ પર્વ: ચતુર્દશી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. આજનું શ્રાદ્ધ યુવાવસ્થામાં મૃત્યુ પામેલા કે અકસ્માતથી કે શસ્રોથી કે અકાળે કે અપમૃત્યુ પામેલા આત્માને શાશ્ર્વત શાંતિ આપે છે. જીવ એ શરીરનું એક પરમાત્માએ આપેલું તત્ત્વ છે. જીવનો આધાર શરીર છે. શરીર નાશવંત છે. જીવ નાશવંત નથી. મૃત્યુ પછી જીવને શરીરનો આધાર જરૂરી બને છે. જીવનના જાણે-અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ પામવા માટે શ્રાદ્ધની જરૂર પડે છે. જીવ અને આત્માનું લક્ષ્ય પરમાત્માની પ્રાપ્તિનું છે. મૃત્યુ પછી મૃતાત્માને પરમાત્માનો આધાર પ્રાપ્ત કરાવવા માટે શ્રાદ્ધવિધિ આવશ્યક છે. જીવન દરમિયાનમાં અનેક કર્મોથી બંધાયેલ મનુષ્ય તેના પરિણામ આ જન્મમાં ભોગવી શકતા નથી હોતા. આયુષ્ય એ પરમાત્માની ઈચ્છાને આધીન છે. મૃત્યુ પછી કર્મના બંધનમાંથી મુક્ત કરવા માટે દિવંગતના આત્માને શ્રાદ્ધ વિધિ દ્વારા શાંતિ પ્રાપ્તિ થાય તે ઉદ્દેશ રહેલો છે.
મુહૂર્ત વિશેષ: મંગળ-શુક્ર સૂર્ય પૂજન, અર્યંમા પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય પ્રદાન કરવું. કમળનું પુષ્પ અર્પણ કરવું. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મંદિરમાં પાટ-અભિષેક પૂજા, વિશેષરૂપે હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાંઠ વાંચન, શિવ-પાર્વતી પૂજા, મહાલક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ વાંચન.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ સટ્ટાનો શોખ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સતત પ્રવૃત્તિમય, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ (તા. ૨)
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-તુલા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.