ગીર ફાઉન્ડેશન ઉજવશે તા. 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’
નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર પ્રતિ વર્ષ ‘ગીર‘ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા 2થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો :જ્યારે ગીરના જંગલમાં સિંહ સામે આવી ગયેલો ત્યારે શિવભદ્રસિંહજી….
દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન, બર્ડ વૉક, વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ, ઈકો કલબ ટીચર્સ ટ્રેનિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં સોમવાર તા.7 ઓકટોબરના રોજ મુલાકાતીઓ માટે પાર્ક ખુલ્લો રાખવામાં આવશે,જ્યારે બુધવાર તા.9 ઓકટોબરના રોજ મુલાકાતીઓ માટે પાર્ક બંધ રાખવામાં આવશે.