આમચી મુંબઈ

સરકાર વિદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી

મુંબઇ: નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની બે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર વિદ્ધ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ, તેમ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું. સરકારની ઉદાસીનતાના કારણે તમામ મોત થયા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન નાંદેડની ડો. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 48 કલાકમાં 12 બાળકો સહિત કુલ 31 દર્દીઓના મોત થયા હતા. અન્ય એક ઘટનામાં છત્રપતિ સંભાજીનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે મંગળવારે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકની અંદર બે પ્રી-ટર્મ શિશુઓ સહિત ઓછામાં ઓછા 18 મૃત્યુ નોંધાયા હતા.

પટોલેએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, રાજ્ય સંચાલિત હોસ્પિટલો મૃત્યુની જાળ બની ગઇ છે. નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની હોસ્પિટલોમાં થયેલા મૃત્યુ રાજ્યની હત્યા છે. આઇપીસીની કલમ 302 હેઠળ સરકાર વિદ્ધ કેસ દાખલ કરવો જોઇએ. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, સરકારે થોડા મહિના પહેલા થાણેની કાલવા હોસ્પિટલમાં થયેલા મૃત્યુમાંથી કોઇ પાઠ શીખ્યો હોય તેવું લાગતું નથી. શિંદે-ફડણવીસ-અજિત પવાર સરકાર મહારાષ્ટ્ર માટે કલંકપ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, દવાઓની અછતને લીધે નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં દર્દીઓના મોત થયા છે. સરકારી હોસ્પિટલોમાં પૂરતા ડોક્ટરો અને સ્ટાફનો અભાવ છે અને દવાઓની અછત છે. પટોલેએ તબીબી શિક્ષણમંત્રી અને આરોગ્ય મંત્રીને હાંકી કાઢવાની પણ માંગ કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત