આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘હિંદુ મતદારોમાં ફૂટ પાડો, મુસ્લિમ મતો તો ખિસ્સામાં છે જ’: રિજિજુએ કોના પર સાધ્યું નિશાન?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ‘વિજય સંકલ્પ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લઘુમતિ સમુદાય ખાતાના કિરેન રિજિજુએ પણ ભાગ લીધો હતો. દાદરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં રિજિજુએ ભાગ લીધો એ દરમિયાન તેમણે કૉંગ્રેસ સહિતના વિપક્ષો પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

આ પણ વાંચો :રાજ્યમાં ચૂંટણીના એંધાણ: કેબિનેટની બેઠકમાં બે કલાકમાં 38 નિર્ણય…

તેમણે કૉંગ્રેસની નીતિની ટીકા કરતા કહ્યું હતું કે કૉંગ્રેસ એમ કહે છે કે હિંદુ મતોમાં ભાગલા પાડો, મુસ્લિમ વોટ તો આપણા ખિસ્સામાં છે જ. જ્યારે અમે બધાના વિકાસની વાત કરીએ છીએ. કૉંગ્રેસે અલ્પસંખ્યકો વિશે ખોટો પ્રચાર કર્યો છે અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આ ખાતા(લઘુમતિ બાબતો)ના પ્રધાન હોવાના કારણે મારી ફરજ છે કે હું આ ખોટો પ્રચાર થતો રોકી શકું.

કૉંગ્રેસની મુસ્લિમ સમુદાય વિશેની નીતિ વિશે વાત કરતા રિજિજુએ કહ્યું હતું કે કૉંગ્રેસેે મુસ્લિમોને વૉટ-બૅંક સમજ્યા છે અને 60 વર્ષમાં તેમને ગરીબ બનાવ્યા છે. આજે મોદીજી મુસ્લિમોને પાણી આપે છે, વીજળી આપે છે, ઘર આપે છે અને બધા ધર્મોને એકસમાન માને છે.

રાહુલ ગાંધીની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં રાહુલ ગાંધીએ અનામત સમાપ્ત કરવાની વાત કહી એ શું અમે તેમના પાસે બોલાવડાવ્યું? બંધારણની હત્યા તો કૉંગ્રેસે કરી છે, અમે તો મોદીજીના નેતૃત્વમાં બંધારણનું પાલન કરી રહ્યા છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું અનામત શ્રેણીમાંથી આવું છું એટલે મારે ખોટી વાતોનું ખંડન કરવું જોઇએ. બૌદ્ધ સમુદાયથી આવતો હું એકલો જ પ્રધાન છું. કૉંગ્રેસ ખોટું બોલીને મત મેળવે છે જ્યારે અમે સાચું બોલીને મત મેળવીએ છીએ. કૉંગ્રેસ કહે છે કે હિંદુ મતના ભાગલા પાડો, મુસ્લિમ મતો તો ખિસ્સામાં છે જ. અમે તો વિકાસની વાત કરીએ છીએ. ચૂંટણી પહેલા હિંદુ-મુસ્લિમ કૉંગ્રેસ કરે છે, અમે લોકો નહીં.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા