આમચી મુંબઈ

ધારાવીમાં અપાત્ર રહેવાસીઓ માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધારાવી રિડેવલપમેન્ટમાં અપાત્ર રહેવાસીઓ માટે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ: સ્થાનિકોનું સમર્થન, બિન સ્થાનિકો દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ

સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં ધારાવીના અપાત્ર ઝૂંપડાના રહેવાસીઓ માટે પરવડી શકે એવા ભાડાની આવાસ યોજના ઘડી કાઢવાને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી હતી.
આ સંદર્ભે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટે તાત્કાલિક ઝૂંપડપટ્ટીનો સર્વે પૂર્ણ કરવો જોઈએ અને પાત્ર અને અપાત્ર ઝૂંપડપટ્ટી ધારકોની સંખ્યા નક્કી કરવી જોઈએ. તે મુજબ તેમના માટે આવશ્યક જમીનનો પ્લોટ પણ નક્કી કરવાનો હોય છે. ક્રેડિટ લિંક સબસિડી હેઠળ રાજ્ય સરકાર પર કોઈ આર્થિક જવાબદારી ન આવે તેની કાળજી લેવી જોઈએ. આ જવાબદારી સ્પેશિયલ પર્પઝ કંપનીની રહેશે. આ નીતિ અન્ય કોઈપણ પ્રોજેક્ટ પર લાગુ થશે નહીં, એવો નિર્ણય સોમવારે કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂ

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મીઠાગરની 255 એકર જમીન ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ માટે આપવાની માગણી કરી છે અને આ જમીન લીઝ પર સરકારને આપવામાં આવશે. સરકાર આ જમીન અદાણીના નેતૃત્વ હેઠળની ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ કંપનીને લીઝ પર આપશે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા