Shahrukh Khan-Vicky Kaushalના ડાન્સનો આ વીડિયો જોઈને ગૌરી અને કેટરિના તો થઈ જશે શરમથી પાણી પાણી…
હાલમાં જ અબુધાબીમાં યોજાયેલા આઈફા-2024 યોજાયો અને આ એવોર્ડ ફંક્શનમાં સેલેબ્સનો કુંભમેળો ભરાયો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલેબ્સના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર કિંગ ખાન એટલે શાહરૂખ ખાન (Shahrukh Khan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન અને વિક્કી કૌશલ એક સાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. હવે તમને થશે કે આમાં શું ખાસ છે? વિક્કી અને શાહરૂખનો આ ડાન્સ ખૂબ જ અલગ છે અને આ ડાન્સ જોઈને લોકો હસી-હસીની બેવડ વળી ગયા હતા. ચાલો જોઈએ શું છે ખાસ આ ડાન્સમાં….
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં શાહરૂખ અને વિક્કી બ્લેક સૂટમાં જોવા મળી રહ્યા છે અને બંને એ બ્લેક ગોગલ્સ પહેર્યા છે. આ વર્ષે આઈફાના હોસ્ટ તરીકે બંનેએ ખૂબ જ ધમાલ મચાવી હતી. આ દરમિયાન બંને જણે એક અતરંગી ડાન્સ પણ કર્યો હતો. વિક્કી અને શાહરૂખ એકબીજાને ચોંટી ચોંટીને ડાન્સ કરી રહ્યા છે. આ ડાન્સ ઘણી હદ સુધી એક પોલ ડાન્સ જેવો હતો, જ્યાં વિક્કી એક પોલની જેમ ઊભો હતો અને શાહરૂખ ખાન તેને પકડી પકડીને ડાન્સ કરી રહ્યો હતો. આ વીડિયોમાં બંનેના ફની મૂવ્ઝ જોવા મળી રહ્યા છે અને આ મૂવ્ઝ જોયા બાદ લોકો હસવાનું રોકી શક્યા નહોતા.
આ વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે આ શું કરી રહ્યા છે, આવો ડાન્સ તો પહેલાં ક્યારેય નથી જોવા મળ્યો. બીજા એક યુઝરે લખ્યું હતું કે વિક્કી અને શાહરૂખની જોડી તો કોઈ રોમેન્ટિક ફિલ્મી જોડીથી પણ આગળ નીકરી ગઈ છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે તૃપ્તિ ડિમરીના મહેબૂબ પણ શાહરૂખ અને વિક્કીના આ ડાન્સ સામે ફેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોલીવૂડ સેલેબ્સ આઈફા-2024 એવોર્ડ્સના મંચ પર ખૂબ જ ધમાલ મચાલી હતી. દમદાર પર્ફોર્મન્સની સાથે સાથે ગ્લેમરનો તડકો પણ જોવા મળ્યો હતો. પરંતુ આ બધામાં વિક્કી અને શાહરૂખનો આ ડાન્સ એકદમ સુપર્બ રહ્યો હતો.