સ્પોર્ટસ

IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે

Kanpur: કાનપુરના ગ્રીન પાર્કમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 27,000 રન પૂરા કર્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરના 27,000 રનનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ભારતીય ટીમવતીથી એકમાત્ર ક્રિકેટર સચિન હતો, જેની ક્લબમાં કોહલીએ પણ નામ નોંધાવ્યું છે.

આ પણ વાંચો :ભારતીય મહિલા ક્રિકેટરોએ વર્લ્ડ કપ પહેલાં જ કરી દીધી શુભ શરૂઆત…

વિરાટ કોહલીએ ઝડપથી લક્ષ્યાંક હાંસલ કર્યો છે, જે સચિન કરતા બહુ ઓછી ઈનિંગમાં રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નિરંતર એક પછી નવા રેકોર્ડ કરી રહ્યા છે, જેમાં આજની મેચમાં સચિન તેંડુલકરનો વિક્રમ તોડવામાં આવ્યો છે, જ્યારે એની સાથે રવિચંદ્રન અશ્વિને પણ નવો ઈતિહાસ રચ્યો છે.

594 ઈનિંગમાં 27,000 રન પૂરા કર્યાં

વિરાટ કોહલીની વાત કરીએ તો 27,000 રન 594 ઈનિંગમાં પૂરા કર્યા છે, જ્યારે સચિન તેંડુલકરે 623 ઈનિંગમાં 27,000 રન પૂરા કર્યા હતા. આજે વિરાટ કોહલીને 35 બોલમાં 47 રન ફટકાર્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. સચિન કરતા ઓછી 29 ઈનિંગમાં 27,000 રન કરીને નવો વિક્રમ બનાવ્યો છે. આ ક્લબમાં અગાઉ ત્રણ ક્રિકેટરનો સમાવેશ થાય છે, જ્યારે કોહલી ચોથો બેટર બન્યો છે.

પહેલા, બીજા ક્રમે કોણ છે જાણી લો

ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો વન-ડે, ટેસ્ટ અને 20 ટવેન્ટી ઈન્ટરનેશનલ સાથે મળીને સૌથી વધુ રન બનાવવાનો વિક્રમ તો સચિન તેંડુલકરે કર્યો છે, 664 મેચની 782 ઈનિંગમાં 34,357 રન બનાવ્યા છે, ત્યારબાદ બીજા ક્રમે કુમાર સાંગાકારાનું નામ આવે છે. સાંગાકારાએ 594 મેચની 666 ઈનિંગમાં 28,016 રન કર્યા છે.

રિકી પોન્ટિંગની વાત કરીએ તો 560 મેચમાં 668 ઈનિંગમાં 27,438 રન કર્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 534 મેચમાં 593 ઈનિંગમાં 27,000 રન કર્યા છે. હવે એ જોવાનું રહેશે કે કોહલીને રિકી પોન્ટિંગને પાછળ રાખવામાં કેટલો સમય લાગશે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા