વેપાર અને વાણિજ્ય

ચાંદીમાં 4566નો અને સોનામાં 1044નો કડાકો

ફેડરલના આક્રમક વલણ સાથે તળિયું શોધતા સોના-ચાંદીના ભાવ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવાં ફેડરલના સભ્યો તરફથી મળી રહેલા અણસારોને ધ્યાનમાં લેતાં ગઈકાલે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીના ભાવમાં 2.7 ટકા જેટલો ઘટાડો થયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સતત બીજા સત્રમાં પણ ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેવાની સાથે વેચવાલીના દબાણે ઑલ ફૉલ ડાઉનનું વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4566ના કડાકા સાથે રૂ. 68,000ની સપાટીની અંદર ઉતરી ગયા હતા, જ્યારે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1040થી 1044ના કડાકા સાથે રૂ. 57,000ની અંદર ઉતરી ગયા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્થાનિક બજાર ગાંધી જયંતી નિમિત્તે બંધ રહી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે વધુ ઘટાડાના આશાવાદે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ ગત શુક્રવારના બંધ ભાવની સરખામણીમાં કિલોદીઠ રૂ. 4566ના ઘટાડા સાથે રૂ. 67,037ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીમાં નિરસતા તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1040 ઘટીને રૂ. 56,448 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1044ના ઘટાડા સાથે રૂ. 56,675ના મથાળે રહ્યા હતા. ગઈકાલે અમેરિકાના ઉત્પાદનના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી અમેરિકી અર્થતંત્રમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાનું જણાતા ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 10 મહિનાની અને અમેરિકી ટે્રઝરની યિલ્ડ 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ભાવઘટાડો આગળ ધપતાં હાજરમાં ભાવ વધુ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 1825.50 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 1841.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને સાડા છ મહિનાની નીચી આૈંસદીઠ 21.12 ડૉલરની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી અર્થતંત્ર આશ્ચર્યજનક રીતે મજબૂત અન્ડરટોન દાખવી રહ્યું હોવાથી ફુગાવાની લક્ષ્યાંકિત બે ટકાની સપાટી હાંસલ કરવા માટે ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવા પડે તેમ હોવાથી ડૉલર ઈન્ડેક્સ અને ટે્રઝરીની યિલ્ડ મજબૂત થતાં સોનાના ભાવ સતત દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે