હિન્દુ મરણ
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ
મોઠા હાલ દહિસર, સૌ. નીતાબેન પ્રકાશભાઈ પાઠક (ઉં.વ. 51) તે નીરવ તથા અંકિતનાં માતુશ્રી. આરતી, વિશાખાનાં સાસુ. કડિયાળી નિવાસી સ્વ. હસમુખરાય હરિશંકર ઓઝાની સુપુત્રી. તા. 1/10/23નાં સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. 4-10-23ને બુધવારનાં 4 થી 6 સ્થળ: બીએપીએસ, ડાઈમોડા, એસ.વી. રોડ, દહિસર ઈસ્ટ.
દશા સોરઠીયા વણિક
મુંબઈ ચંદ્રકાન્ત રતિલાલ ધ્રુવ (ઉં.વ. 75) તે પ્રીતિબેનના પતિ. હિતેન તથા તૃષ્ણાના પિતા. નિધિ તથા અનુરાગના સસરા. પ્રવીણભાઈ, સ્વ. રમેશભાઈ, અશોકભાઈ, ઇન્દિરા તથા પદમાબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. અમૃતલાલ, વિનયકુમાર, કિશોરકુમાર, મહેન્દ્રકુમાર, સ્વ. રમેશચંદ્ર વલ્લભદાસ વખારિયા, સ્વ. જશવંતીબેન પારેખ, સ્વ. પુષ્પાબેન કઢી, વિલાસબેન શાહના બનેવી. 1/10/23ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી મોઢ વણિક
ચોટીલા હાલ બોરીવલી સરોજબેન જશવંતલાલ વોરા (ઉં.વ. 76) તે 1/10/23ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. જયાબેન હરજીવનદાસ વોરાના પુત્રવધૂ. સ્વ. યતીન, જીજ્ઞાશા તથા નિકુંજના માતુશ્રી. માનસીના સાસુ. આરોહી, વિનય તથા હિનલના બા. પિયરપક્ષે જામનગર નિવાસી વિનોદભાઈ જમનાદાસ ગાંધી, પ્રતિભાબેન તથા રંજનબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
ભાદરોડ નિવાસી સ્વ. જસવંતરાય દ્વારકાદાસ પારેખના ધર્મપત્ની ગં.સ્વ. જયશ્રી (ઉં.વ. 74) તા. 29-9-23 શુક્રવારના અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે. ત્રીગુણા(ટીનુ) નીશીતકુમાર પારેખના માતા. મંથન તથા આયુષીના નાનીમા. નટવરલાલ અને સ્વ. ધીરજલાલ, સ્વ. નીમુબેન, સ્વ. શારદાબેન, સ્વ. હીરાબેન, સ્વ. મંજુબેન, ગં. સ્વ. શીલાબેનના ભાભી. ડેડાણાવાલા સ્વ. ભાનુબેન દામોદરદાસ ગાંધીના દીકરી. પ્રાર્થનાસભા અને લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
વિઠ્ઠલદાસ મજેઠિયા (ઉં. વ. 71) મૂળગામ માધવપુર- ઘેડ (થરી) હાલ ખપોલી નિવાસી તે સ્વ.ગોવિન્દદાસ વસનજી મજેઠિયાના પુત્ર. તે રંજનબેનના પતિ. તે સવિતાબેન રસિકદાસ, ઇન્દુબેન ગીરધરદાસ, હરિપ્રિયાબેન દિનેશકુમાર, વલ્લભદાસ, નારાયણદાસ (કાનુભાઈ), મોહનદાસ (દાસુભાઈ)ના ભાઈ. તે રાધિકાબેન (જીનીબેન) ઈબીન સેમ્યુઅલ, જીતેશભાઈ (ટીનુભાઈ) તથા ધર્મેશભાઈના પિતાશ્રી. તે ભારતીબેન, શોભનાબેન તથા રૂપાબેનના જેઠ. તે સ્વ. દામોદરદાસ દેવજી ઠક્કર (માનખુર્દવાળા)ના જમાઈ તે મંગળવાર તા. 3/10/23ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. 5/10/23. 3:30 થી 5:00 , શાંતાબેન જમનાદાસ રાયઠઠ્ઠા સભાગૃહ, ગો.વા.પ.ભ સરસ્વતીમાં લોહાણા મહાજનવાડી, સેંટ્રલ બેંક ઓફ ઇંડિયાની સામે, ખપોલીમાં રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
સ્વ. જયાલક્ષ્મી માલવિયા (ઉં. વ. 91) ગામ ઢાંક હાલ વિરાર, સ્વ.નગીનદાસ ભગવાનદાસ માલવિયાના ધર્મપત્ની, કિરીટભાઈ, હરેશભાઈ, પ્રવિણાબેન રમેશચંદ્ર, ગં.સ્વ. રેખા રજનીકાંતના માતા, પ્રફુલાબેન, સ્વ. દક્ષાબેન માલવિયાના સાસુ. સ્વ.માનકુંવરબેન દેવચંદ વૈદ્યના દીકરી. સ્વ. પુષ્પાબેન શોભાગ્યચંદ, પુષ્પાબેન વસંતરાયના જેઠાણી, સ્વ. ભગવાનદાસ, ધીરજલાલ, મુકુન્દરાય, સ્વ ભાગ્યશ્રીબેન પાનાચંદ, સ્વ. શાંતાબેન જયસુખલાલ , સ્વ. પુષ્પાબેન તુલસીદાસના બેન, તા. 1/10/23 ને રવિવાર, શ્રીજીચરણ પામેલ છે. સાદડી ગુરુવાર તા. 5/10/23 ના 4 થી 6. એક્રોપોલિસ બિલ્ડીંગ, ક્લબ એક્રો, એમએમઆરડીએ લેઆઉટ, સેક્ટર-3, ચીખલી ડોંગરી રોડ, અગ્રવાલ લાસ્ટ બસસ્ટોપ, વિરાર.
મોઢ વણિક
સાયલા, હાલ ઘાટકોપર સ્વ. યશલક્ષ્મી મનુભાઈ પારેખના સુપુત્ર નિતીનભાઈ પારેખ, (ઉં. વ. 75) તા. 2-10-23ના શ્રીજીચરણ પામ્યા છે. તે દામિનીબેનના પતિ. દર્શિતા તેજસ પરીખ અને માનસી અમિત ઝાના પિતા, હર્ષદ અને અતુલના મોટાભાઈ, તે જીતેન્દ્ર પારેખના ભત્રીજા, તે જિસેલના, જિયાનના નાના-દાદા, લોકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટીયા
સ્વ. પ્રદિપ નારાણદાસ સંપટ, (ઉં. વ. 58) ગામ જામખંભાળીયા, તે સ્વ. વિમળા નારાણદાસ સંપટના પુત્ર, સ્મિતા પ્રદિપ સંપટના પતિ. જય અને નેહાના પિતા, ભાવના અરૂણ ભુવાના ભાઈ મુંબઈ વિરારમાં તા. 1-10-2023ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટીયા
પ્રશાંત નવીનચંદ્ર કજરિયા હાલ બોરીવલી તે સ્વ. વિમળા નવીનચંદ્રના પુત્ર. પરિંદાના પતિ. સ્વ. ધર્માંશુ અને મયુરના પિતાશ્રી. ગં. સ્વ. પ્રિયંકાના સસરાજી. પૂર્ણિમા પ્રકાશ કાપડિયાના ભાઇ. તે જયસિંહ લાલજી મહાજનીના જમાઇ (ઉં. વ. 66) તા. 3-10-23ના શ્રીજીના ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 5-10-23ના ગુરુવાર, 4-30થી 6. ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પશ્ચિમ).
કચ્છી કડવા પાટીદાર
સ્વ. રતનબેન કરસન પટેલ ગામ માતાના મઢ (કચ્છ) હાલે કલ્યાણ (મુંબઇ) નિવાસી (ઉં. વ. 83) ગુરુવાર તા. 28-9-23ના પરમધામવાસ પામ્યા છે. તે સ્વ. કરસન કાનજી પટેલના ધર્મપત્ની. જયંતીલાલભાઇ, મણીલાલભાઇ, શંકરલાલભાઇ, શાંતાબેન, લક્ષ્મીબેનના માતુશ્રી. કોમલકાંત, સંદીપ, રોહન, નિશા, સ્વાતિ, મિત્તલના દાદી.
ઇડર બેતાલીસ પંચાલ સમાજ
મૂળ ગામ સાબલવાડ હાલ કાંદિવલી મનોજકુમાર (ઉં. વ. 59) તા. 25-9-23ના દેવલોક થયા છે. તે સ્વ. કંકુબેન ઇશ્વરભાઇના પુત્ર. અંજનાબેનના પતિ. વરુણભાઇ અને તેજલબેનના પિતાજી. સ્વ. પ્રદીપભાઇ, વીરેન્દ્રભાઇ, મંજુલાબેન, સુશીલાબેન, સ્વ. ભાનુબેન, હેમિનાબેનના ભાઇ. ઇડર નિવાસી તુલસીબેન કાંતિભાઇના જમાઇની સાદડી તા. 4-10-23ના બુધવારે 4થી 6. ઠે. પોડિયમ હોલ, યુથોપીયા ગાર્ડન ગ્રો ફેસ-2, શિંપોલી ગોરાઇ રોડ, (કાંતિપાર્ક રોડ) મધુવન સોસાયટીની બાજુમાં ચીકુવાડી, બોરીવલી (પશ્ચિમ).
નવગામ વિસાનગર વણિક
વસઇ ડાભલા, હાલ કાંદિવલી, સ્વ. જયંતીલાલ વ્રજલાલ શાહના સુપુત્ર મહેશભાઇ (ઉં.વ.63) તા. 1-10-23ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે સોનલબેનના પતિ. ધ્વનિ, વિનીતકુમાર શાહ,નેન્સી વિશાલકુમાર સોનપાલના પિતા. તે ભાવિનભાઇ, ભારતીબેન નંદકિશોર ચોકસી, બિંદુબેન મુકેશકુમાર શાહ અને નીલાબેન કિરીટકુમાર શાહના ભાઇ. સ્નેહાબેનના જેઠ. સ્વ. કલાબેન, સ્વ. ચંપકભાઇ તુલસીદાસ શાહના જમાઇ. બન્ને પક્ષનું બેસણું તા. 4-10-23ના બુધવારે 5થી 7. ઠે. લોહાણા મહાજનવાડી, 1લે માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ).