ઢોર ડબામાં વધુ 10 પશુઓના મોતની ઘટના
રાજકોટ : કોંગ્રેસ ના વશરામ સાગઠિયા સહિતના પહોંચ્યા ઢોર ડબ્બે, ઢોર ડબ્બાઓમાં પશુઓના મોત સામે આવ્યા,
આજે વધુ 10 ગાયો ના મોત થયા હોવાનું આવ્યું સામે, પશુઓને ખવડાવવામાં આવતો પાલામાં માટી હોવાનું કોંગ્રેસના આક્ષેપ,ગાયોને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતા મોત થઈ રહ્યા છે.
સમગ્ર ઘટના એવી છે કે છેલ્લા ઘણા દિવસોથી કોર્પોરેશન દ્વારા જીવ દયા ટ્રસ્ટને ઢોર ડબ્બા ચલાવવાની કામગીરી સોંપવામાં આવી છે અને તેના માટે પ્રત્યેક ગાય દીઠ યોગ્ય રકમ પણ ફાળવવામાં આવે છે.
હાલ ઢોર ડબ્બામાં ડબલ કરતાં વધારે સંખ્યામાં ઢોર રાખવામાં આવ્યા છે.
ગાયોને આપવામાં આવતો ખોરાક પણ માટી મિશ્રીત છે.
આ પણ વાંચો : Gujaratના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ અને રાજકોટમાં વહેલી સવારથી વરસાદ
છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષ આંદોલન કરી રહ્યું છે યોગ્ય રજૂઆત કરી રહ્યું છે આવેદનપત્ર આપે છે છતાં ગાયોના મરણ થતા રહ્યા છે કોઈ નિવેડો આવ્યો નથી.
ગાય જ્યારે માતા તરીકે પૂજાય છે ત્યારે વિપક્ષી નેતા અને કોર્પોરેટર વશરામ સાગઠીયા એ આજે ઢોર ડબ્બા ની મુલાકાત લઈ અને વાસ્તવિકતા ઉજાગર કરી હતી. કોર્પોરેશનને શાસક પક્ષને ફરી રજૂઆત કરી છે કે આ પ્રશ્નનો તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવે.