IND vs BAN 2nd Test: બે દિવસ બાદ કાનપુરમાં ટેસ્ટ ફરી શરુ, બાંગ્લાદેશની ચોથી વિકેટ પડી
![IND vs BAN 2nd Test: Test resumed in Kanpur after two days, Bangladesh's fourth wicket fell](/wp-content/uploads/2024/09/IND-vs-BAN-2nd-Test-Test-resumed-in-Kanpur-after-two-days.webp)
કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુર (IND vs BAN Kanpur Test)માં રમાઈ રહી છે. આ મેચનો આજે ચોથો દિવસ છે. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, ત્યાર બાદ વરસાદ અને ભીના મેદાનને કારણે બે દિવસની રમત રદ કરવામાં આવી હતી. આજે સવારે કાનપુરમાં ચોખ્ખા વાતાવરણ વચ્ચે ફરી શરુ થઇ છે. મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે, આજે મેચ શરુ થતા જ બાંગ્લાદેશની વિકેટ પડી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મુશફિકુર રહીમની વિકેટ ખેરવી છે. મુશ્ફિકુર રહીમ 32 બોલમાં 11 રનની ઇનિંગ રમી આઉટ થયો.
બીજી તરફ મોમિનુલ હકે ટીમ ઈન્ડિયા વિરુદ્ધ અડધી સદી પૂરી કરી લીધી છે. તેણે 110 બોલમાં ફિફ્ટી બનાવી છે. મોમિનુલ હક ક્રીઝ પર રહે એ બાંગ્લાદેશ માટે ખુબ જરૂરી છે. તે મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવ્યો હતો. મોમિનુલે આ ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા ફટકાર્યા છે.
બાંગ્લાદેશે કાનપુર ટેસ્ટના પહેલા દિવસે 35 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. આ દરમિયાન મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને અણનમ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી આકાશ દીપે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી.
ભારત અને બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન:
ભારત – યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ – શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહિદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.