આપણું ગુજરાત

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકઃ હથિયારબદ્ધ ટોળાએ ચાણક્યપુરી વિસ્તારને બાનમાં લીધો


અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. રવિવારે રાતે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં 20થી 25 લોકોના ટોળાએ તલવાર, બેઝબોલ બેટ જેવા હથિયારો સાથે ફ્લેટમાં ઘુસી ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે જે રીતે અસામાજિક તત્વોએ ફ્લેટને બાનમાં લીધું હતું તે પરથી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે:
ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ક્યાંક લૂંટ, ક્યાંક મારામારી તો ક્યાંક અસામાજિક તત્વોના આતંક જેવી ઘટના બની રહ્યી છે. ત્યારે શહેરમાં વધુ એક વખત કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ શહેરમાં ગત મોડી સાંજે કેટલાક લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો.

ફ્લેટમાં આતંક મચાવી સિક્યુરિટી કેબિનમાં તોડફોડ કરી:
સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં શિવમ આર્કેડમાં બી બ્લોકમાં મકાન નંબર 205ના મકાન માલિકે મકાન કોઈ વ્યક્તિને ભાડે આપ્યું હતું. જે મકાનમાં આવેલા એક યુવક પર શંકા જતા ફ્લેટના રહીશોએ તેની પૂછપરછ કરી હતી. જેથી તેણે રહીશોને જોઈ લેવાની ધમકી આપી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં 10થી વધુ યુવકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ફ્લેટમાં આતંક મચાવ્યો હતો. સિક્યુરિટી કેબિનમાં પણ તોડફોડ કરી હતી. ફ્લેટના એક રહેવાસીને માથા પર તલવાર મારવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ફ્લેટના રહેવાસીઓનો આક્ષેપ:
જોકે, સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઇ ન હતી. પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પરંતુ ફ્લેટના રહેવાસીઓનો આક્ષેપ છે કે, પોલીસને અનેક ફોન કરવા છતાં પોલીસ મોડી પહોંચી હતી. આરોપીઓએ ફ્લેટની મહિલાઓની છેડતી પણ કરી હોવાનો આરોપી લોકોએ લગાવ્યો છે.

પોલીસે 11 સામે ફરીયાદ નોધી તપાસ:
પોલીસે મકાનમાં તપાસ કરતા તેમાંથી કેટલીક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે. આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રવિ ઠાકોર, મોન્ટુ ઠાકોર, અર્જુન ઠાકોર, પરાગ ઠાકોર સહિત તેમની સાથે આવેલા 11 જેટલા શખ્સો વિરુદ્ધમાં હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Show More

Related Articles

Back to top button
48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા