આપણું ગુજરાત

ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! ગુજરાતમાં ત્રણ દિવસ આવું વાતાવરણ રહેશે

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાયના છેલ્લા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામેલો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે. ગઈકાલે રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું.

ગિરનાર પર બે કલાકમાં જ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભવનાથ સહિતના અનેક વિસ્તારમાં પાણીના બિહામણા દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે આજથી સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળશે. આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આજે ભારે વરસાદની શક્યતા નહિવત :

હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક ટ્રફ સાઉથ ઇસ્ટ યુપીમાં હતું જેના કારણે વરસાદ થઈ રહ્યો હતો. આજથી સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું હતુ કે, આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે ભાવનગર, મહેસાણા, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ:

એક તરફ હવે નવરાત્રિ શરૂ થવાને હવે ત્રણ દિવસ બાકી છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ છોલોછલ ભરાઈ ગયો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button