નેશનલસ્પોર્ટસ

બેન્ગલૂરુમાં ક્રિકેટરો માટેના નવા અદ્યતન સેન્ટરમાં શું-શું નવું છે, જાણો છો?

બેન્ગલૂરુ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના નેજા હેઠળની 24 વર્ષ જૂની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ને હવે નવું સ્વરૂપ મળ્યું છે. ક્રિકેટ ખેલાડીઓ માટેની અદ્યતન સુવિધાઓ સાથેના ‘બીસીસીઆઇ સેન્ટર ઑફ એક્સેલન્સ’નું શનિવારે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહના શુભહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટરની વિશેષતા એ છે કે એના આંતરરાષ્ટ્રીય દરજ્જાના ત્રણ મેદાનો પરની પિચોમાં ત્રણ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :12 કરોડ રૂપિયાવાળો MS Dhoni હવે 4 કરોડનો!

Credit : PTI

ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ આ સેન્ટરનો ચીફ છે અને તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘આ સેન્ટરમાં ભાવિ પેઢીના જ નહીં, પણ વર્તમાન ક્રિકેટરો પણ પોતાની ટૅલન્ટને વધુ ધારદાર બનાવી શકશે અને સર્વોત્તમ સ્તરની ફિટનેસ મેળવી શકશે. આ સેન્ટર ખાતેની સગવડોની મદદ લઈને ભારતીય ખેલાડીઓ ત્રણેય ફૉર્મેટમાં પોતાનું પ્રભુત્વ જાળવી શકશે.’

ઍરપોર્ટ નજીકના આ સેન્ટરના મેદાનો પર ત્રણ પ્રકારની માટી (મુંબઈની લાલ માટી, કર્ણાટકના માંડ્યાની સ્થાનિક માટી અને ઓડિશાની બ્લૅક કૉટન નામની ખાસ માટી) વપરાઈ રહી છે. સેન્ટરના મેદાનો પર કુલ 45 પ્રૅક્ટિસ-પિચ છે.

Credit : PTI

ગ્રાઉન્ડ-એમાં પિચથી બાઉન્ડરી લાઇન 85 યાર્ડ (255 ફૂટ) દૂર છે અને એ પિચ પર મુંબઈની લાલ માટી વપરાઈ છે જેને કારણે બોલરને ઘણા બાઉન્સ મળશે.

આવા પ્રકારની પિચ તાજેતરમાં ચેન્નઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ઉપયોગમાં લેવાઈ હતી. ભારતે એ મૅચ 280 રનથી જીતી લીધી હતી.

આ પણ વાંચો :મહિલાઓના ધમાકેદાર ટી-20 વર્લ્ડ કપનો દિવસ નજીક આવી ગયો, જાણો ટૂર્નામેન્ટનું એ-ટુ-ઝેડ…

નવેમ્બરમાં ભારતીય ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે એ પહેલાં બેન્ગલૂરુના આ નવા મેદાનની પિચ પર પ્રૅક્ટિસ કરીને જશે એટલે તેમને પર્થ સહિતની બાઉન્સી પિચો પર તેમ જ બ્રિસ્બેન, મેલબર્ન, ઍડિલેઇડ, કૅનબેરાની પિચો પર રમવું વધુ ફાવશે.

બેન્ગલૂરુના આ સેન્ટરના મેદાનો પર હેરિંગબોન ડ્રેઇનેજ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે જેને કારણે જો વરસાદ પડે તો મેદાન તથા પિચ પરના પાણીનું તરત બાષ્પીભવન થઈ જશે અને મેદાન થોડા જ સમયમાં ફરી રમવા લાયક થઈ જશે.
ગ્રાઉન્ડ-બી અને ગ્રાઉન્ડ-સીમાં બાઉન્ડરી લાઇન પિચથી 75 યાર્ડ દૂર છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ