આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉલ્હાસનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અક્ષય શિંદેની દફનવિધિ

મુંબઈ: બદલાપુરની ખાનગી શાળામાં બે બાળકી સાથે દુષ્કર્મના કેસના આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ બાદ તેના શબને ભારે બોલીસ બંદોબસ્ત વચ્ચે ઉલ્હાસનગરમાં દફનાવવામાં આવ્યું હતું.

બદલાપુરના કુકર્મના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અક્ષય શિંદેનું છ દિવસ અગાઉ થાણેના મુંબ્રામાં એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસ અથડામણમાં મૃત્યુ પામેલા અક્ષયના શબને અંતિમસંસ્કાર માટે જગ્યા ફાળવવાનો ગામવાસીઓએ ઇનકાર કર્યો હતો. પરિણામે તેના મૃતદેહને હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ‘કોર્ટની ટિપ્પણીનો કોઈ અર્થ નથી’, અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન

કહેવાય છે કે ઉલ્હાસનગરની શાંતિનગર સ્મશાનભૂમિમાં અક્ષયને દાટવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ પણ વિરોધ કર્યો હતો. અક્ષયને દફનાવવા ખોદવામાં આવેલો ખાડો સ્થાનિકોએ પૂરી નાખ્યો હતો.
રવિવારે શાંતિનગર સ્મશાનભૂમિમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જેસીબીની મદદથી ફરી ખાડો ખોદવામાં આવ્યો હતો. આ બાબતે અક્ષયનાં માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. બાદમાં હૉસ્પિટલમાંથી તેના મૃતદેહને તાબામાં લઈ એમ્બ્યુલન્સમાં ઉલ્હાસનગર લઈ જવામાં આવ્યો હતો અને તેની દફનવિધિ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો: Badlapur Rape Case: દુષ્કર્મી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત

ઉલ્લેખનીય છે કે શાળામાં બાળકીઓ સાથે કુકર્મ પ્રકરણે બદલાપુર પોલીસે 17 ઑગસ્ટે અક્ષયની ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડી બાદ કોર્ટે તેને અદાલતી કસ્ટડી ફટકારી હતી. તેને તળોજા જેલમાં રાખવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પત્નીએ કરેલા કેસની પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચે તળોજા જેલમાંથી અક્ષયની કસ્ટડી મેળવી હતી. થાણે લઈ જતી વખતે પોલીસ વૅનમાં અક્ષયે પોલીસ અધિકારીની પિસ્તોલ ઝૂંટવી લઈ ગોળીબાર કર્યો હતો. પોલીસના વળતા જવાબમાં તેનું મૃત્યુ થયું હતું.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ